rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિશ 2017 -સમસ્યા તમારી સમાધાન અમારી પાસે છે

વેપાર કે ઘરમાં લક્ષ્મીની કૃપા મેળવવા
, શનિવાર, 31 ડિસેમ્બર 2016 (17:01 IST)
આર્થિક સમસ્યા દૂર કરવા માટે 

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે શુક્રવાર કરવા યોગ્ય રહેશે. 21 શુક્રવાર કરવા, જેમા 9 વર્ષથી નાની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો 
webdunia


જો તમે તમારા ઘરમાં કે વેપારમાં લક્ષ્મીની કૃપા થાય તેવુ ઈચ્છતા હોય તો.... 

એક એક્વેરિયમ(માછલીઘર) જેમા 8 સોનેરી અને એક કાળી માછલીને મુકો. તેનો જવાબ કે ઉત્તરપૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. જો તમે માછલીઘર મુકવા ન માંગતા હોય તો ઘર કે દુકાનમાં એક શણગારેલો ફાઉંટેન મુકો. 
webdunia


પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે 

આજની આ દોડતી ભાગતી જીંદગીમાં દરેક માણસને કોઈને કોઈ કારણસર ચિંતિત છે, પરેશાન છે. કારણ ગમે તે હોય ઉપાય એક છે. તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. આ પાત્રને સૂતી વખતે તમારા માથા તરફ મુકીને સૂઈ જાવ. સવારે તે પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે મુશ્કેલી દૂર થશે. 
webdunia

કુંવારી કન્યાના લગ્ન માટે 
 
જો છોકરીના લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યુ છે તો પૂજા માટેના 5 નારિયેળ લો. આ નારિયળને ભગવાન શિવની મૂર્તિ કે ફોટો  સામે મુકીને 'ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ:' મંત્રની પાંચ માળાનો જાપ કરો.. પછી એ પાંચેય નારિયળને શિવજીના મંદિરમાં ચઢાવી દો. લગ્નમાં આવનારા અવરોધો આપમેળે જ દૂર થઈ જશે. 
webdunia


દરેક સોમવારે કન્યા સવારે નાહી-ધોઈને શિવલિગ પર 'ૐ સોમેશ્વરાય નમ:'નો જાપ કરતા દૂધ મિશ્રિત પાણી ચઢાવે અને એ જ મંદિરમાં બેસીને રુદ્રાક્ષની માળા વડે આ મંત્રની એક માળાનો જાપ કરે. લગ્નની શક્યતાઓ જલ્દી ઉભી થતી જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાલ કિતાબ રાશિફળ 2017 - લાલ કિતાબ મુજબ કેવુ રહેશે તમારુ વર્ષ 2017