Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એપ્રિલ 2017 માસિક રાશિફળ - જાણો કોને મળશે જોબ અને કોને મળશે પ્રમોશન

એપ્રિલ 2017 માસિક રાશિફળ - જાણો કોને મળશે જોબ અને કોને મળશે પ્રમોશન
, શુક્રવાર, 31 માર્ચ 2017 (17:38 IST)
એપ્રિલનો મહિનો દરેક માટે ખાસ હોય છે. વિદ્યાર્થીઓથી લઈને નોકરિયાત વર્ગ અને બિઝનેસ કરી રહેલા લોકો માટે પણ આ મહિનો મહત્વનો હોય છે. માર્ચ ખતમ થતા પહેલા વિદ્યાર્થીઓના શાળાની પરિક્ષાના પરિણામ આવી જાય છે અને એપ્રિલ સુધી તેઓ નવી કક્ષામાં દાખલો લે છે. 
 
નોકરી કરતા લોકો માટે આ સમય આખુ વર્ષ કરવામાં આવેલ મહેનતનુ ફળ મેળવવાનુ હોય છે. કારણ કે લગભગ બધી ભારતીય કંપનીઓમાં આ સમય આવકને વધારવાનો હોય છે. આ ઉપરાંત વેપાર જગત પણ પોતાના આગામી એપ્રિલ-માર્ચ દરમિયાન આખા વર્ષ માટે નવી યૌજનાઓ લઈને આવે છે. 
 
કોણી ચમકશે કિસમત ? 
 
ભલે કોઈપણ ક્ષેત્ર હોય વ્યક્તિ કેવો પણ હોય એપ્રિલ મહિનો આશાઓથી ભરપૂર હોય છે.  આ વાત ચોક્કસ છે. તેથી આજે અમે એપ્રિલ મહિનાનુ રાશિફળ પ્રદાન કરવા જઈ રહ્યા છે. જે તમારી લગ્ન રાશિ (કુંડળીવાળી રાશિ) પર આધારિત હશે. તો ચાલો આગળ જાણીએ ક્રમાનુસાર બધી બાર રાશિયોની હાલત.. 
 
મેષ રાશિ - એપ્રિલનો મહિનો મેષ રાશિવાળા માટે યોગ્ય પરિણામોવાળો રહેશે. આ મહિનો શનિદેવ તમારા નવમ ભાવમાં વિરાજમાન રહેશે.  જેમા ધાર્મિક કૃત્યો માટે તમારી રૂચિ વધશે. નોકરિયાત છો તો ઓછી મહેનત પર સારા પરિણામ અને ઓફિસમાં તમારા શત્રુઓ તરફથી તમે મુક્તિ મેળવશો. પણ રાહુ ગ્રહથી આ મહિને બચો. સંતાનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. 
 
વૃષભ રાશિ - આ મહિનો શનિદેવ તમારા અષ્ટમ ભાવથી ગોચર કરશે. પરિણામ સ્વરૂપ નોકરી બદલવી કે ટ્રાંસફર જેવી તક પ્રાપ્ત થશે. પણ સાથે જ તમારા ખર્ચ વધશે. રાહુ તમારા ચોથા ભાવમાં હશે આ મહિનો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ કરી શકે છે. તેથી બેદરકારી ન રાખશો. 
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોના સપ્તમ ભાવમાં વિરાજમાન શનિદેવ આ મહિને તેમને ભાગ્ય અપાવશે.  ઓછી મહેનત, પણ વધુ લાભવાળો હશે આ મહિનો. બિઝનેસ કરો છો તો લાંબી યાત્રા પર જઈ શકો છો. આ ઉપરાંત સૂર્ય અને શુક્રની મિથુન રાશિમાં બની રહેલ યુતિ તમને નોકરીના સંદર્ભમાં કોઈ મોટો લાભ અપાવી શકે છે. પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. 
 
કર્ક રાશિ - આ મહિનો શનિદેવ તમારા છઠ્ઠા ભાવથી ગોચર કરશે. પરિણામ સ્વરૂપ તમે તમારા શત્રુઓ પર હાવી રહેશો. ઓફિસમાં તમરા વિરોધી તમારાથી ભયભીત રહેશે અને ઓછી મહેનત પર તમને સારા પરિણામો મળશે.  આ મહિનો નોકરીમાં પરિવર્તન શક્ય છે.  ગુરૂના ત્રીજા ભાવમાં ગોચર ભાઈ-બહેન અને જીવનસાથી સાથે સારા સંબંધ બનાવશો. ટૂંકમાં આ મહિનો ભાગ્ય તમારી સાથે રહેશે. 
 
સિંહ રાશિ - આ મહિનો ફક્ત તમે જ નહી તમારા જીવનસાથે માટે પણ ખુશહાલીના માર્ગ ખુલી જશે. કારણ કે શનિદેવની સિંહ રાશિમાં પંચમ ભાવની સ્થિતિ બિઝનેસ અને દાંમ્પત્ય જીવન બંને પર શુભ પ્રભાવ બનાવી રાખશે. પણ સંતાન અને તમારી બંનેના આરોગ્યનુ ધ્યાન રાખો. આ મહિને તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. 

કન્યા રાશિ - આ મહિનો શનિદેવનુ ગોચર તમારા ચોથા ભાવથી રહેશે. જેના કારણે તમે માનસિક રૂપે શાંત અનુભવ કરશો. પણ પરિવર ઉપર તેનો પ્રભાવ સારુ નહી પડે. પણ આ મહિનો બૃહસ્પતિના પ્રથમ ભાવમાં આવવુ તમારી આધ્યાત્મિક રૂચિને વધારશે. જે તમરી ચિંતાઓને ઓછી કરવાનો એકમાત્ર માર્ગ બનશે. 
 
તુલા રાશિ - જો તમે તુલા રાશિના જાતક છો તો એપ્રિલનો મહિનો તમારે માટે ભાગ્યશાળી સમય લઈને આવ્યો છે. શનિદેવની તૃતીય ભાવની ગોચરીય સ્થિતિ તમારા પરાક્રમ વધારશે. પણ ભાગ્યનો સાથે હોવાથી તમે ઓછી મહેનતમાં પણ વધુ ફળ મેળવશો. સૂર્ય અને શુક્રનુ સાથે આવવુ તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવશે. તમે આધ્યાત્મિક કર્મ-કાંડો પર વધુ ખર્ચ કરી શકો છો. 
 
વૃશ્ચિક રાશિ - શનિદેવનુ તમારા બીજા ભાવમા ગોચર શુભ નથી. તમારા મોટાભાઈના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો પણ તમારી રશિમાં વિરાજમાન ગુરૂ તમને મોટો આર્થિક લાભ કરાવી શકે છે.  જો તમે બિઝનેસ કરો છો તો વધુ લાભ થશે. નોકરીવાળા માટે પણ સમય યોગ્ય રહેશે પણ તમે ખર્ચ વધુ કરશો. તમારી પોકેટ જોઈને જ ખર્ચ કરો નહી તો તમે મહિનો પુરો થતા થતા સંકટમાં આવી શકો છો. 
 
ધનુ રાશિ - આ રાશિના પ્રથમ ભાવમાં વિરાજમાન છે શનિદેવ. જેના કારણે ફળની પ્રાપ્તિ તો થશે પણ મહેનત વધુ કરવી પડશે.  ભાઈ-બહેન અને મિત્રોનો પરસ્પર સહયોગ બની રહેશે.  પણ પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ મહિનો તમને જોબમાં પ્રમોશન અપાવી શકે છે.  તેથી શુભ સમાચાર સાંભળવા માટે તૈયાર રહો. 
 
મકર રાશિ - શનિ તમારો સ્વામી ગ્રહ છે. પણ આ વખતે તે તમરા પ્રથમ ભાવને બદલે દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેના કારણે તમારા ખર્ચ ખૂબ વધી જશે.  આંખ કે પગ સંબંધી કોઈ પરેશાની થઈ શકે છે.  તીર્થ યાત્રાની શક્યતાઓ છે.  કેતુનુ બીજા ભાવમાં આવવુ આર્થિક લાભ કરાવી શકે છે. નોકરીમાં પરિવર્તન કે ટ્રાંસફર કરાવી શકે છે. 
 
 
કુંભ રાશિ - આ મહિનો શનિ તમાર અગિયારમાં ભાવથી ગોચર કરશે જે અશુભ તો નથી પણ આર્થિક મામલે આ વધુ મહેનત કરાવશે ને તેના પરિણામ ખૂબ જલ્દી હાસિલ નહી થાય. આ મહિને શારીરિક રૂપે ઘાયલ થઈ શકો છો. તેથી સાવધાન રહો. આ મહિનો માત-પિતા સાથે સારા સંબંધો રહેશે પણ દાંમ્પત્ય જીવન ચિંતાઓવાળુ રહેશે. 
 
મીન રાશિ - શનિદેવનું દશમ ભાવમાં આવવુ નોકરીમાં પરિવર્તન કરાવશે. પણ જો આવુ ન હોય તો વર્તમાન નોકરીમાં મહેનત બમણી થઈ જશે.  નિવાસ સ્થાનમાં પરિવર્તન થાય એવી શક્યતા છે. દાંમ્પત્ય જીવન સંબંધી ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. અનિદ્રા અને પગ સંબંધી રોગ ચપેટમાં લઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

vastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો