Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિ મુજબ તમારા માટે કેવુ રહેશે શનિવારથી શરૂ થનારુ હિન્દુ નવવર્ષ 2072

રાશિ મુજબ તમારા માટે કેવુ રહેશે શનિવારથી શરૂ થનારુ હિન્દુ નવવર્ષ 2072
, શુક્રવાર, 20 માર્ચ 2015 (14:50 IST)
શનિવાર. 21 માર્ચ 2015થી હિંદી નવ વર્ષ વિક્રમ સંવત 2072 શરૂ થઈ રહ્યુ છે. આ દિવસથી દેવી માતાની આરાધનાનુ વિશેષ પર્વ ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે અને આ દિવસે ગુડી પડવો પણ છે. નવા હિન્દી વર્ષનુ નામ કીલક હશે અને તેના રાજા શનિ અને મંત્રી મંગળ હશે. નવા વર્ષનો પ્રવેશ લગ્ન કર્ક છે. જેમા ગુરૂ વક્રી છે. આખુ વર્ષ રાજા શનિ પોતાના શત્રુ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં રહેશે. મંગળ આ વર્ષનો મંત્રી પણ છે. જે વિવિધ રાશિયોમાં વિચરણ કરતા રાજા શનિ પર પણ ખરાબ અસર નાખશે. આ કારણે બધી 12 રાશિયો પર શનિ અને મંગળની સીધી અસર રહેશે. 
 
શનિવારથી શરૂ થશે નવુ વર્ષ અને શનિ રહેશે રાજા 
 
જ્યોતિષ મુજબ વિક્રમ સંવત 2072નો રાજા શનિ છે અને શનિવારથી જ નવુ વર્ષ શરૂ થઈ રહ્યુ છે. આ કારણે શનિની સ્થિતિ ખૂબ મહત્વપુર્ણ રહેશે. ચૈત્ર માસની પ્રતિપદા પર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર રહેશે. જેનો સ્વામી પણ શનિ જ છે. વર્ષમાં શનિ અને મંગળ વચ્ચે ટક્કાર થતો રહેશે. 
 
21થી ચૈત્ર નવરાત્ર થશે શરૂ 
 
21 માર્ચથી ચૈત્ર માસની નવરાત્ર શરૂ થઈ રહી છે. આ વર્ષ આ નવરાત્રિના 8 દિવસ રહેશે. આ દિવસોમાં માં દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિમાં કરવામાં આવેલ પૂજન અને વ્રત-ઉપવાસથી દેવી મા ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. બધી રાશિના લોકોને કુંડળીના દોષ શાંત કરવા માટે નવરાત્રિમાં દુર્ગા માતાને લાલ ચુંદડી, લાલ ફુલ, નારિયેળ પ્રસાદ વગેરે અર્પણ કરવુ જોઈએ.  
 
જાણો રાશિ મુજબ કેવુ રહેશે તમારું  હિન્દુ નવવર્ષ 
 
મેષ રાશિ (ચૂ ચે ચો લા લી લૂ લે લો આ) 
 
આ રાશિનો સ્વામી મંગળ નવ વર્ષનો મંત્રી છે અને મેષ રાશિ પર રાજા શનિનો ઢૈય્યા પણ ચાલી રહ્યો છે. આ કારણથી આ લોકો સારી રીતે નિર્ણય નથી લઈ શકતા. દરેક કાર્યમાં પરેશાનીયો સાથે ધનની કમી આવી શકે છે. અજ્ઞાત ભય અને ચિંતા રહેવાની શક્યતા છે. 
 
2. વૃષ રાશિ (ઈ. ઉ. એ. ઓ. વા. વી. વૂ. વે વો) - વર્ષનો રાજા શનિ તમારી રાશિના સ્વામી શુક્રનો મિત્ર છે. અને તેના પર નજર પણ રાખે છે. તેથી તમારે માટે આ વર્ષ ઉત્તમ રહેવાની શક્યતા છે. જૂના સમયમાં અટકેલા કામ પુર્ણ થશે. ઘન સંબંધી કાર્યોમાં પણ લાભ થશે. 

 
બાકીની રાશિ વિશે આગળ 
webdunia

3. મિથુન રાશિ - (કા.કી.કૂ.ઘ.ડ.છ.કે.કો.હ) 
 
આ રાશિનો સ્વામી બુઘ છે. શનિ અને બુઘ મિત્રતાનો ભાવ રાખે છે. આ કારણથી નવા વર્ષે બધી રીતે શુભ ફળ પ્રાપ્ત થશે. બધી પરિસ્થિતિયો અનુકૂળ રહેવાની શક્યતા છે. નુકશાનથી બચી રહેશો.  ઘન લાભ રહેશે. નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. 
 
4. કર્ક રાશિ (હી.હૂ.હે. હો.ડા.ડૂ.ડે.ડો) 
 
શનિ આ રાશિનો સ્વામી ચંદ્ર સાથે શત્રુતા ધરાવે છે. પણ વર્ષનો મંત્રી મંગળ મિત્ર છે. મંગળને કારણે કાર્ય બનતા જશે. આ વષે સૌથી પ્રબળ રાશિયોમાંથી એક કર્ક રાશિ રહેશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. 
 
5. સિંહ રાશિ (મા.મી.મૂ.મે.મો.ટા.ટી.ટૂ.ટે) 
 
આ રાશિનો સ્વામી સૂર્ય છે અને આ શનિ સાથે શત્રુતા ધરાવે છે. મંગળ અને સૂર્ય મિત્ર છે. જુલાઈથી ગુરૂ આ રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે આ રાશિ પણ મજબૂત સ્થિતિમાં રહેશે. આર્થિક લાભ થશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. 
 
 
બાકીની રાશિ વિશે આગળ
webdunia

6.કન્યા રાશિ (ઢો. પા.પી.પૂ. ષ. ળ. ઠ. પે. પો) 
 
આ રાશિમાં રાહુનો ગોચર આખુ વર્ષ રહેશે. વર્ષનો રાજા શનિ અને આ રાશિનો સ્વામી બુઘ બંને મિત્ર છે. કાર્યોમાં આવી રહેલ બાઘાઓ સમાપ્ત થશે. ઘન લાભ થશે અને વિરોધી પરાસ્ત થશે. 
 
7. તુલા રાશિ (રા.રી. રુ. રે. રો. તા. તી. તૂ તે) 
 
શનિ અને તુલા રાશિનો સ્વામી શુક્ર બંને મિત્ર છે. આ કારણે તમારી પરેશાનીઓનો અંત હશે.  જે અવિવાહિત લોકોના લગ્નમાં અવરોધ આવી રહ્યો છે તેમના અવરોધ સમાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં લાભ થવાની શક્યતા છે. ન્યાયાલયીન મામલામાં સફળતા મળશે. 
 
 
8. વૃશ્ચિક રાશિ (તો. ના. ની. નૂ. ને. નો. યા. યી. યૂ) 
 
શનિ આ રાશિમાં સ્થિત છે અને શનિ નવા વર્ષનો રાજા છે. વૃશ્ચિક રાશિ પર શનિની સાઢાસાતી પણ છે. નવા વર્ષના મંત્રી મંગળ આ રાશિનો સ્વામી છે. આ કારણે તમારી રાશિ આખુ વર્ષ તાકતવર બની રહેશે. અનેક કાર્યોને પૂરા કરવામાં સફળ થઈ જશે. આ લોકોને વાદ વિવાદનો પણ સામનો કરવો પડી શકે છે. પણ જીત તમારી થશે. 
 
વધુ રાશિ આગળ 
webdunia

9 ધન રાશિ (યે.યો. ભા. ભી. ભૂ. ઘા. ફા. ઢા. ભે) 
 
આ રાશિ આ વર્ષે સામાન્ય રહેશે. શનિની સાઢાસાતીનો પ્રભાવ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. આર્થિક બાબતોમાં પણ કમજોરી રહેશે. ઘર-પરિવારમાં આ લોકોની સ્થિતિ કમજોર બની શકે છે. 
 
10. મકર રાશિ (ભો. જા. જી. ખી. ખૂ. ખે. ખો. ગા. ગી) 
 
શનિ આ રાશિનો સ્વામી છે. આખુ વર્ષ શનિ પોતાના શત્રુ મંગળની રાશિમાં રહેશે. પણ શનિની આ સ્થિતિ મકર રાશિ માટે લાભદાયક રહેશે. રોકાણ લાભદાયી રહેશે. વિરોધી પરાસ્ત થશે. ખુશીયો કાયમ રહેશે. 
 
11. કુંભ રાશિ (ગૂ. ગે. ગો. સા. સી. સૂ. સે. સો. દા) 
 
આ રાશિનો સ્વામી પણ વર્ષનો રાજા શનિ જ છે. આ રાશિ આખુ વર્ષ શક્તિશાળી બની રહેશે. લાભની સ્થિતિયો બનશે. યોજનાઓ સફળ થશે. લક્ષ્ય સાધવામાં સફળ થશો. જૂના નુકશાનની ભરપાઈ થશે. 
 
12. મીન રાશિ (દી.દૂ. થ.જ. ઝ. દે. દો. ચા. ચી) 
 
આ વર્ષ રશિ સામાન્ય રહેશે. રાશિ સ્વામી ગુરૂની દ્રષ્ટિ અને જુલાઈ પછી ગુરૂનુ ષષ્ઠમ થવુ બધા રીતે મંગળદાયક રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને કેરિયરમાં લાભ પ્રાપ્ત થશે. 

Share this Story:

Follow Webdunia gujarati