મેષ - આ સમય તમારે માટે શુભ છે. આ લભ પદોન્નતિ, પ્રગતિ અને પ્રયાસોમાં સફળતા અચૂક છે. સમાજમાં તમને વધુ સન્માનીય સ્થાન મળી શકે છે. જ્યાની આશા પણ ન હોય એવા સ્થાન પર તમને અચાનક લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને દરેક બાજુ સુખ જ સુખ વિખેરાવી શકશે. સાથે જ તમને ધન-લાભના પણ યોગ સ્પષ્ટ દેખાય રહ્યા છે. તેથી જીવન પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક અને ઉત્સાહ પૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. રાજનેતાઓ અને અધિકારી વર્ગનો સહયોગ મળવાથી અનેક કામ માથે ચડશે. નવુ કાર્ય શરૂ કરવા, રોકાણ કરવા અને વાહન ખરીદવા માટે આ ઉત્તમ છે. હનુમાનને દરેક મંગળવારે ચમેલી મિશ્રિત સિંદૂર ચઢાવો.
શુભ અંક - 3
શુભ રંગ - સફેદ
વૃષભ - આ સમય આર્થિક પડકારો અને માનસિક શાંતિમાં વિધ્નનુ સૂચક છે. સરકારી મુદ્દા તમારે માટે ચિંતાનો વિષય બની શકે છે. નવા લોકો સાથે શત્રુતા પણ શક્ય છે. એવુ પણ શક્ય છે કે તમે ખુદને અસ્વસ્થ અને અકર્મણ્ય અનુભવ કરો. તેથી સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. સંતાન સંબંધિત સમસ્યાઓ પણ ચિંતાનો વિષય બની શકે છે. પણ જો કુંડળીમાં મંગળ દેવની સ્થિતિ સારી હશે તો આ ચિંતાના વિષયોમાં થોડી કમી આવી શકે છે. સાથે જ ધનનો લાભ પણ થઈ શકે છે. હીરા રત્ન ચાંદીમાં બનાવીને શુક્રવારે સવારે અનામિકામાં ધારણ કરો.
શુભ અંક - 8
શુભ રંગ - ભૂરો
મિથુન - લગ્નમાં મંગળ દેવની ઉપસ્થિતિ તમારા વેપારને પ્રભાવિત કરી શકે છે. કેટલાક અણધાર્યા ખર્ચ પણ કરી શકો છો. ધન વ્યય કરવાની લલક પર નિયંત્રણ રાખો. આ અવધિમાં યાત્રાને પણ અનેક અવસર બનાવાના યોગ દેખાય રહે છે. કુલ મળીને આ સમય તમારા વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં સુખ અને સફળતાનો છે. સમાજમાં તમને વધુ અધિક સન્માનીય સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર અને સભ્યો તમને સ્વાર્થરહિત સ્નેહ આપશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. આ રીતે વ્યક્તિગત જીવનમાં તમે ખુદને માનસિક અને શારીરિક રૂપે એટલા સ્વસ્થ અનુભવ કરશો જેવુ પહેલા ક્યારેય નહી કર્યુ હોય. સુકુ નારિયળ વહેતા પાણીમાં પ્રવાહિત કરો.
શુભ અંક - 2
શુભ રંગ - મરુણ
કર્ક - આ સમય તમારે માટે ધન સંબંધી પડકાર છે. આ દરમિયાન તમને પૂર્વાભાસ થઈ જશે કે વેપારમાં અપેક્ષિત લાભ ન થઈને ધનનો હાષ થઈ રહ્યા છે. આ સમય અનેક પ્રકારના પ્રિય અને નિકટ રહેનારા આક્રાંત કરતા રહેશે. તમે તમારા પ્રિય અને નિકટ રહેનારા વ્યક્તિઓના પ્રતિ ચિડચિડાપણાનો વ્યવ્હાર કરશે. તમે જોશો સદા સહેલાઈથી કરવામાં આવતી સાધારણ ક્રિયાકલાપોને રવામાં પણ તમને મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. આ દિવસોમાં તમે માથાનો ખાવો દર્દથી પણ પરેશાન રહી શકે છે. દરેક સોમવારને ભગવાન શિવનો દૂધથી અભિષેક કરો.
શુભ અંક - 5
શુભ રંગ - ભૂરો
સિંહ - આ સમય સ્થાયી કે અસ્થાયી સ્થાન પરિવર્તન, કાર્ય કરવાના સ્થાન પર મુશ્કેલીઓ અને પોતાના વરિષ્ઠ ઓફિસરો અથવા માલિકની અપ્રસન્નતાનો સામનો કરવો શક્ય છે. આ દરમિયાન તમે થાક અનુભવી શકો છો અને ઉદર રોગ, પાચન ક્રિયા સંબંધી રોગ નેત્ર અને હ્રદયથી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રતિ વિશેષ સતર્ક રહો.
જ્યા સુધી ઘરનો સંબંધ છે પરિવારમાં અણબન અને મિત્રો સાથે મન મુટાવવાળી પરિસ્થિતિયો ગૃહ કલેશ અથવા ક્લેશનુ કારણ બની શકે છે. જીવન સાથેની અસહમતિ અથવા વિવાદ તમારા વૈવાહિક સંબંધોને પ્રભાવિત કરી શકે છે. બધુ મળીને ઘરની શાંતિ અને પરસ્પર સામંજસ્ય હેતુ આ સમ્ય પડકાર રૂપ છે. સૂર્યને રોજ સવારે જળ અર્પિત કરો.
શુભ અંક - 1
શુભ રંગ - ગુલાબી
કન્યા - તમારે માટે આ સમય ધન-લાભ, આર્થિક અને સામાજીક સ્થિતિમાં સુધાર અને ઉન્નતિનો સ્પષ્ટ સંકેત આપી રહી છે. પોતાના ઓફિસર સાથે પદોન્નતિ માંગવાનો અનુકૂળ સમય છે. આ સમય તમે વેપારમાં લાભ, ધન પ્રાપ્તિ અને અહી સુધી કે મિત્રોથી પણ લાભ પ્રાપ્ત કરવાની આશા કરી શકાય છે. સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા વધી શકે છે અને તમારુ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે જે પરિવાર માટે આનંદ દાયક રહેશે. આ કાળ દરમિયાન તમારા ઘરે કોઈ આધ્યાત્મિક નિર્માણાત્મક કાર્ય સંપન્ન થશે જે ઘર-પરિવારના આનંદમાં વૃદ્ધિ કરશે. આનંદ પ્રમોદ, સ્વાદિષ્ટ ભોજન અને મિષ્ટાન્ન વગેરેનુ પણ વિતરણ થશે. બધુ મળીને આ સમય તમારા અને તમારા પરિવાર માટે શાંતિપૂર્ણ અને સુખદ છે. ભૈરવ ચાલીસાનો પાઠ કરો અને પન્ના રત્ન બુઘવારના દિવસે કનિષ્ઠિકામાં ધારણ કરોs.
શુભ અંક - 6
શુભ રંગ - ભૂરો.
તુલા - આ સમય વિશેષ રૂપે આર્થિક પડાકરોથી પરિપૂર્ણ છે. તેથી કોઈ પણ નાણાકીય સંબંધી નિર્ણય સમજી-વિચારીને સાવધાની પૂર્વક કરો. જો તમે ક્યાક કામ કરી રહ્યા છો તો તમે અને તમારા અધિકારી વચ્ચે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. અધિકારી તમારા કાર્યની પ્રશંસા નહી કરે અને શક્ય છે કે તમને આપેલ જવાબદારીમાં કપાત કરે અથવા પગાર ઓછો કરી નાખે. જો તમે વેપારી છો તો વેપારમાં ધક્કો વાગી શકે છે. કોઈ વિવાદમાં ન પડશો. કારણ કે મિત્ર અને વરિષ્ઠ વ્યક્તિઓ સાથે ઝગડાની શક્યતાથી ઈંકાર નથી કરી શકાતો. આ સમયે અસંતોષ તમારા ઘરની શાંતિ અને સાંમજસ્ય પર પ્રભાવ નાખી શકે છે. રાહુ યંત્રની પૂજા કરો.
શુભ અંક - 7
શુભ રંગ - લીલો
વૃશ્ચિક - આ સમય તમારા વર્તમાન સામાજીક સ્તર અને કાર્યાલયમાં પોતાની પ્રતિષ્ઠા કાયમ રાખવામાં કઠિનાઈનો છે. કારણ કે તેમા ઘટાડો થવાના સંકેત છે. તેથી તમારા વરિષ્ઠ અધિકારી, શુભચિંતકો અને પરામર્શદાતાઓ સાથે વિવાદથી બચો. વૈવાહિક જીવનમાં તણાવ અને દાંમ્પત્ય સુખમાં પણ યથેષ્ટ કમીનો અનુભવ કરી શકો છો. સાથે જ યાત્રા અવરોધ અને તમારા ધન અને કિમંતી વસ્તુઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું પણ છે. કારણ કે આ કાળમાં ચોરીની પણ શક્યતા લાગી રહી છે. શ્વાસ અને ઉદર સાથે સંબંધિત પરેશાની આવી શકે છે. પડોશીઓ અને નાના ભાઈ બહેન દ્વારા કષ્ટ અને હાનિ શક્ય છે. ગાયને ચારો ખવડાવો અને ગાયની સેવા કરો.
શુભ અંક - 3
શુભ રંગ - લાલ.
ધનુ - આ કાળનો તમારા જીવન પર વિશેષ પ્રભાવ પડશે. તમે કોઈ કુચાળના કારણે દોષારોપણ થઈ શકે છે. સ્થાન બદલી શકે છેઅને માનસિક શાંતિનો અભાવ રહી શકે છે. આર્થિક રૂપથી આ સમય મુશ્કેલીથી પરિપૂર્ણ છે. પૈસા વસૂલ કરવામાં કઠિનાઈ આવી શકે છે. સાથે જ ખોટા ખર્ચનો પણ યોગ બની રહ્યો છે. આ બધા છતા તમે કોઈ સત્કાર્યના વિષયમાં વિચારી શકો છો અને તેમા સફળતા પણ મેળવી શકો છો. નોકરી અને વેપાર સ્થિતિ ઠીક રહેશે. શેર બજારમાં રોકાણ માટે સમય ઠીક છે. સૂર્ય યંત્રની સ્થાપના કરી નિયમિત પૂજન કરો. પુખરાજ રત્ન સોના કે અષ્ટધાતુમાં બનાવીને ગુરૂવારે સવારે તર્જનીમાં ધારણ કરો.
શુભ અંક - 9
શુભ રંગ - પીળો
મકર - બધુ મળીને આ સમય નુકશાન અને શારીરિક વ્યાધિયોનો છે. તેથી ખોટા ખર્ચાથી દૂર રહો અને આર્થિક મામલામાં સાવધાન રહો. આ અવધિ કાર્યાલયમાં અપ્રિય ઘટનાઓની પણ છે. અને ઘરમાં પતિ-પત્ની સાથે વિવાદ-ઝગડાનું રૂપ લઈ શકે છે. તમે ખોટી ચિંતા અને બેચેનીથી આક્રમક થઈ શકો છો. કોઈ સંબંધીઓની સમસ્યાઓ અચાનક સામે આવી શકે છે અને ચિંતાનુ કારણ બની શકે છે. ઉદર સંબંધિત રોગ થઈ શકે છે. તમારી વાણીનું ધ્યાન રાખો નહી તો મુશ્કેલી થશે. વાહન ન ખરીદશો કે વેચશો નહી. શનિ યંત્રની સ્થાપના કરી "ૐ શં શનૈશ્ચરાય નમ:" આ મંત્રનો 8 કે 108 વાર જાપ કરો.
શુભ અંક - 2
શુભ રંગ - કાળો
કુંભ - આ મહિનો થોડો સાચવીને રહેવાનો છે. કારણ કે આ સમય કષ્ટ્રપ્રદ યાત્રા, સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ અને વેપારમાં મંદીનો સૂચક છે. સંતાન અને પત્ની સાથે સંબંધોમાં વૈમનસ્ય રહેશે. કાર્યાલયમાં તમારાથી વરિષ્ઠ વ્યક્તિઓ અને ઉચ્ચધિકારીઓથી કોઈ પ્રકારના ઝગડાથી બચો. તમારા જીવન-સાથીના શારીરિક કષ્ટ, વિષદ અને માનસિક વ્યથા તમારી ચિંતાનુ કારણ બની શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પણ ચિંતાનુ કારણ બની શકે છે. આ અવધિ તમારે માટે થાક ભરેલી રહી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો અને નાની ગરીબ કન્યાઓ જ્યા પણ જુઓ તેમને ગળી વસ્તુ ખવડાવો. રવિવારના દિવસે લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાવો.
શુભ અંક - 6
શુભ રંગ - સફેદ
મીન - આ સમય તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાઓનો છે. તમે ધન પ્રાપ્તિ દ્વારા બેંક ખાતામાં વધારો સમાજમાં ઉચ્ચ સ્થાન અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનની આશા કરી શકો છો. તમારી પદોન્નતિ થઈ શકે છે. અને સૌથી ઉચ્ચા પદાધિકારી દ્વારા તમારુ સન્માન કરી શકાય છે. તમારા પ્રયાસોની પ્રશંસા અને શત્રુઓનો પરાજય પણ શક્ય છે. જ્યા સુધી સ્વાસ્થ્યનો સવાલ છે તો તમે રોગ, અવશાદ, અકર્મણ્યતા અને ચિંતાઓથી મુક્ત રહેશો. સાથે જ તમારા પરિવારનુ સ્વાસ્થ્ય પણ આ કાળમાં ઉત્તમ રહેશે. દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
શુભ અંક - 4
શુભ રંગ - ઓરેંજ