Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ જ્યોતિષ ભૂકંપની ભવિષ્યવાણી કરી શકે છે ? ભૂકંપનું મુખ્ય કારણ

શુ જ્યોતિષ ભૂકંપની ભવિષ્યવાણી કરી શકે છે  ? ભૂકંપનું મુખ્ય કારણ
, મંગળવાર, 12 મે 2015 (17:33 IST)
25 એપ્રિલ 2015ના રોજ નેપાળાના કાઠમાંડુ અને લામજંગ તેમજ ભારતના અનેક ઉત્તરી અને પૂર્વી રાજ્યોમાં આવેલ ભૂકંપનુ જ્યોતિષીય વિવેચન ભારતીય જ્યોતિષિયોની બદલે પશ્ચિમી દેશોના જ્યોર્તિવદોએ વધુ સક્રિય અને ગત 200 વર્ષમાં આવેલ પ્રલયના આંકડાના ઉલ્લેખ ખૂબ જ ગંભીરતાથી કર્યા છે. ખાસ કરીને અમેરિકાના એસ્ટ્રોજર્સ એ આ વિષય પર ખૂબ ઉંડો અભ્યાસ કર્યો છે. 
 
સાનફ્રાંસિસ્કોમાં 18 એપ્રિલ 1906ની સવારે 5 વાગીને 12 મિનિટ પર વધુ ત્યારબાદ બીજી બાજુ 17 ઓક્ટોબર 1989ની સાંજે 5 વાગીને 4 મિનિટ પર આવેલ ભૂકંપના સમય એ ગ્રહ સક્રિય હતા જે 25 એપ્રિલના રોજ રહ્યો.  
 
જો કે હજુ સુધી આધુનિક વિજ્ઞાન એ નથી બતાવી શક્યુ કે ભૂકંપ કે સુનામી ક્યારે અને કેમ આવશે. પણ જ્યોતિષ ગત 100 વર્ષોથી તેનુ યોગ્ય પૂર્વાનુમાન જરૂર લગાવતુ આવ્યુ છે.  આ જ રીતે જ્યોતિષમાં એક નિય છે - આગળ મંગળ પીછે ભાન વર્ષો હોવે ઓસ સમાન. મતલબ જ્યારે પણ મંગળ સૂર્યના અંશોની દ્રષ્ટિથી આગળ હશે એ દરમિયાન વરસાદ નહી બરાબર રહેશે.  
 
ભૂકંપોનુ મુખ્ય કારણ ચંદ્ર ગ્રહણ અને શનિ તેમજે ગુરૂના વિવિધ યોગ માનવામાં આવ્યા છે. પશ્ચિમી દેશ અને ભારતના જ્યોતિષી આ સામાન્ય યોગ પર સંપૂર્ણ રીતે સહમત છે કે ભૂકંપ લાવવામાં શનિ અને ચંદ્રમાંની મુખ્ય ભૂમિકા રહે છે. સુનામી જેવી ઘટનાઓ સુપર મૂનની આસપાસ થઈ છે.  ભારતીય જ્યોતિષમા ભગવાન શિવને વૃશ્ચિક રાશિ સાથે જોડ આવ્યા છે. તેમનુ રૌદ્ર રૂપ કે તાંડવ તેનુ પ્રતિક છે. 
 
ભૂકંપનું મુખ્ય કારણ - જ્યોતિષના નિયમ મુજબ જ્યારે પણ ગ્રહણ લાગે છે તેના 41 દિવસની અંદર પૃથ્વી અને અન્ય ગ્રહોના મધ્ય ગુરૂત્વાકર્ષણ અને અસંતુલન વધી જવાને કારણે પ્રાકૃતિક વિપદાની આશંકા રહે છે. આ વર્શ 20 માર્ચના રોજ સૂર્ય ગ્રહણ અને 4 એપ્રિલના રોજ ચંદ્ર ગ્રહણ લાગી ચુક્યુ છે.  બંને ગ્રહણો વચ્ચે ફક્ત 15 દિવસનું જ અંતર હતુ.  પહેલુ ગ્રહણ 20 માર્ચથી લઈને ભૂકંપના 25 એપ્રિલ આવવાના સમય સુધી માત્ર 35 દિવસ જ વીત્યા હતા અને મોટી તીવ્રતાનો ભૂકંપ 41 દિવસની સમય સમાપ્ત થતા પહેલા જ આવી ગયો.  જો મંગળ અને શનિ જો 180 અંશ પર હોય અને તેની યુતિ હો કે શનિ કે મંગળ પોતાની શત્રુ રાશિમાં આવી જાય તો ભૂકંપની આશંકાનો દુર્યોગ બની જાય છે. 
 
એક બીજા જ્યોતિષીય નિયમ મુજબ જ્યારે પણ આકાશમાં કોઈ પણ મોટુ કે મુખ્ય ગ્રહ વક્રી કે માર્ગી થાય છે તો પણ ભૂકંપની આશંકા રહે છે.  
 
શનિ મહારાજ 14 માર્ચ અર્થાત ચંદ્રગહણના 6 સિવસ પહેલા જ વક્રી થઈ ગયા હતા. આ બંને યોગની અંદર 41માં દિવસે જ ભૂકંપ શરૂઆત થઈ ગયુ.  હજુ 13 સપ્ટેમ્બરના રોજ સૂર્ય ગ્રહણ અને 28 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર ગ્રહણ લાગવુ બાકી છે. 
 
સંવત 2072 ?
 
21 માર્ચ 8 ચૈત્ર શનિવારના રોજ કીલક નામનું નવુ વિક્રમી સંવત 2072 શરૂઆત થયુ જેમા રાજા શનિ અને મંત્રી મંગળ છે. જ્યારે પણ સંવતમાં રાજા શનિ હોય છે તો તે બે મોસમ વરસાદ અને પૂર અવશ્ય હોય છે અને મોસમનો મિજાજ અપ્રત્યક્ષ અને અકલ્પનીય હોય છે જેવા કે તેમનો પ્રભાવ 1 માર્ચથી દેખાવવો શરૂ થઈ ગયો અને માર્ચમાં વર્ષના અનેક વર્ષ જૂના રેકોર્ડ તૂટી ગયા. શનિને કારણે નવા રોગ અને વિચિત્ર બીમારીઓ ઉત્પન્ન થવાની આશંકા રહે છે. આ વર્ષે સ્વાઈન ફ્લૂનો દબદબો રહ્યો. 
 
અપ્રત્યાશિત રૂપથી વર્ષા થઈ. એપ્રિલમાં બરફ જોવા મળ્યો. બદ્રીનાથ કેદારનાથે જેવા તીર્થો પર કપાટ ખુલતા જ અનેક વર્ષો પછી બરફ એપ્રિલમાં જોવા મળ્યો. આ કુયોગ સુનામી જેવી પરિસ્થિતિ અને અન્ય પ્રકારની પ્રાકૃતિક વિપદા હજુ લાવી શકે છે. તેથી  આપણે અને વિપદા પ્રબંધન સાથે જોડાયેલ લોકોએ સતર્ક રહેવુ પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati