Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ 2014 - તમારા હાથની લાલી બતાવે છે કેવા છો તમે

જ્યોતિષ 2014
, મંગળવાર, 18 નવેમ્બર 2014 (09:05 IST)
મનુષ્ય એક કોરા કાગળની જેમ જન્મે છે. સ્પષ્ટ અલિખિત સ્વતંત્રતા અને આ તેની ગરીમા છે. ઘણા એવા વિદ્વાન છે જે હાથની રેખાઓ વાંચે છે અને વિચારે છે કે તેઓ અંધારામાં પોતાના ભવિષ્યને ખંગોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ કેટલીક કુંડળી તૈયાર કરે છે અને એ કુંડળી મુજબ જ કંઈક નક્કી કરે છે. હાથની રેખાઓ જ નહી સંપૂર્ન હાથ પણ ઘણુ બધુ કહી જાય છે. હથેળીનો રંગ જીવનના સુખ દુખ, વિચાર વ્યવ્હારને પણ જણાવે છે. એટલુ જ નહી હથેળીના રંગથી શરીરમાં થઈ રહેલ રક્ત પ્રવાહ વિશે પણ જાણી શકાય છે.  
 
 
- ગુલાબી હથેળી નિરોગિતાની સૂચક હોય છે. ગુલાબી રંગની હથેળીવાળા વ્યક્તિ ઉદાર સ્વભાવના હોય છે. હંમેશા જીવનના ઉજ્જવલ પક્ષને જુએ છે અને જીવનને ખુશી ખુશી જીવે છે. આવા વ્યક્તિ દુખી લોકોની મદા કરી તેમના દુખ દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે.  તેઓ પોતાના સ્વભાવ દ્વારા દિલ જીતવામાં પણ સફળ રહે છે.  
 
- જે વ્યક્તિઓની હથેળીના રંગમાં લાલી નથી હોતી તે વ્યક્તિ જરૂર શારીરિક અને માનસિક રૂપે દુર્બળ અને રોગી હોય છે. હથેળીનો હલકો ગુલાબી રંગ આશાવાદી અને પ્રસન્નચીત સ્વભાવને દર્શાવે છે. 
 
- ખૂબ જ પીળો રંગ હથેળીનો હોય તો આવા જાતક સ્વાર્થી હોય છે. પોતાના નિરાશાવાદી સ્વભાવને કારણે તેઓ હંમેશા જીવનના અંધેર(નેગેટીવ) પક્ષને જુએ છે. 
 
-હથેળીનો પીળો રંગ હોય તો આવી વ્યક્તિ ચિડચિડા અને અડિયલ સ્વભાવના હોય છે. આવા વ્યક્તિ અંધ વિશ્વાસી ઉદાસ અને અસફળતામાં જ જીવન જીવે છે.  
 
- હથેળીનો રંગ લાલ હોય તો માણસ ધનવાન હોય છે. હથેળીનો રંગ લાલ હોય તો આવા વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે. તેઓ જલ્દી ઉત્તેજીત થઈ જાય છે. અને બ્લડ પ્રેશર અને ખેંચ આવવાના રોગની શક્યતા તેને જીવન પર્યંત રહે છે.  
 
- સફેદ રંગની હથેળી હોય તો તે વ્યક્તિ સ્વાર્થી સ્વભાવની તરફ ઈશારો કરે છે. બીજી બાજુ વધુ ચમકતી સફેદ હથેળીવાળા વિચારોથી ખૂબ જ સંતુલિત હોય છે અને તેની વિચારધારા આધ્યાત્મિક હોય છે.   
 
- કાળા અને ભૂરા રંગના હથેળીવાળા જાતક દારૂડિયા હોય છે. આ લોકો સમાજ પ્રત્યેની જવાબદારીથી દૂર રહે છે. સ્વભાવથી તેઓ રૂખા સ્વભાવના અને ચિડચિડા હોય છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati