Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ : ગ્રહો દ્વારા જાણો તમે કેટલા ઈંટેલિજેંટ છો

તમે કેટલા બુદ્ધિશાળી છો જાણો

જ્યોતિષ : ગ્રહો દ્વારા જાણો તમે કેટલા ઈંટેલિજેંટ છો
P.R
કેટલીક ફિલ્ડસ એવી હોય છે જ્યા ઈટેલૈક્યુઅલ યુવાઓની ખૂબ જ જરૂર હોય છે. અહી ઈંટેલિજેંટ હોવાનો મતલબ અભ્યાસ કરવો અથવા સારા માર્ક્સ લાવવાનો નથી પરંતુ 'ક્વિક વિટેસ' (ત્વરિત બુધ્ધિ) થી છે. કોઈ અચાનક જ આવી પડેલી પરિસ્થિતિમાં તમારી બુધ્ધિ કેવુ કામ કરે છે, તેનુ આકલન તમારી ઈંટેલીજેંસને સાબિત કરે છે.

તમે બુદ્ધિશાળી છો કે નહી ? તમે ઈટેલીજેંસ છો કે નહી એ જાણવા માટે હોરોસ્કોપ પર નજર નાખો. ખાસ કરીને ફિફ્થ હાઉસ, મરક્યુરી અને જ્યૂપિટર ઈંટેલીજેંસને રિપ્રેજંટ કરે છે. જો તેમને પોઝીશન સ્ટ્રોંગ છે તો તમે 'ક્વિક વિટેડ' (Quick Witted) જરૂર હશો.

જુઓ બીજુ વધુ કોમ્બિનેશન

1. ફિફ્થ હાઉસમાં શુભ રાશિ અને શુભ ગ્રહ હોય, શુભ દ્રષ્ટિ હોય.
2. ફિફ્થ હાઉસનો સ્વામી ફિફ્થમાં હોય કે લગ્નમાં હોય કે ઉચ્ચ હોય
3. જ્યૂપિટર સેંટર ફિફ્થ કે બીજા ભાવમાં હોય
4. બુધ અને ગુરૂ કેંદ્ર કે ત્રિકોણમાં હોય
5. ફિફથ હાઉસનો સ્વામી લગ્ન કે નવમમાં હોય
6. જો મરક્યુરી ફિફ્થ હાઉસમાં હોય અને તેના પર જ્યુપિટરની દ્રષ્ટિ હોય
7. બુધ અને ગુરૂ કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય
8. ફિફ્થ હાઉસ અને લગ્નનો સ્વામી પરસ્પર હાઉસ એક્સચેંજ કરતો હોય.
9. નવમાશ કુંડલીમાં ગુરૂ અને મરક્યુરી પ્રબળ હોય.
10. મરક્યુરી અને જ્યૂપિટર 10 થી 20 ડિગ્રી સુઘી હોય અને પાપ દ્રષ્ટિ રહીત હોય.

ઉપરોક્ત દસ યોગમાંથી કેટલાક યોગ હોય તો વ્યક્તિ ઈંટેલિજેંટ હોય છે, તેની ગ્રાસ્પિંગ સારી હોય છે, તે બીજાના મનોભાવોને જલ્દી સમજી શકે છે. તેની મેમોરી સારી હોય છે અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેતા તેને આવડે છે.

તેથી જો તમે કોઈ એવી ફિલ્ડમાં જવા માંગતા હોય જ્યા 'ક્વિક વિટેડ' હોવુ જરૂરી છે તો પહેલા હોરોસ્કોપ પર નજર જરૂર નાખો. મરક્યૂરી અને જ્યૂપિટરને મજબૂત કરવાના કેટલાક ઉપાય કરવાથી પણ લાભ મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati