Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈન્ટરવ્યૂ અને પરીક્ષા આપવા જતા પહેલા આટલુ જરૂર કરો

તમારો મૂડ, બોડી લેંગ્વેજજ અને વિચારો સુધારનારા કેટલાક આહારની માહિતી

ઈંટરવ્યુ આપતા જતા પહેલા
ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો સોયાબીન ખાઓ,
પરીક્ષા આપવા જવાનું છે?, તો ફણગાવેલા કઠોળ ખાઓ

દુનિયાની સઘળી સમસ્યાબઓનું સમાધાન કરતાં આપણા ગ્રંથ ગીતામાં આહાર વિષયક વિસ્તૃશત વર્ણન કરવામાં આવ્યું છે. મન-મગજ પર થતી આહારની પ્રતિક્રિયા વિશે આપણા દેશમાં જે વાત પુરાણકાળમાં કહેવામાં આવી છે તેની પુષ્ટિ આધુનિક નિષ્ણાઆતો પણ કરે છે. માત્ર કહેવાની રીત જુદી છે. આહાર નિષ્ણાતોના મતે આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા મૂડ પર પડે છે. તેઓ કહે છે કે જો સફળતા મેળવવી હોય તો તમારો મૂડ, બોડી લેંગ્વેજ અને વિચારો સુધારનારો ખોરાક લો. તેઓ આવા કેટલાક આહારની માહિતી આપે છે.

P.R
સોયાબીન : જો તમે જોબ માટે ઈન્ટીરવ્યૂે આપવા જઈ રહ્યા હો અને ગભરામણ થતી હોય કે ચિંતા અનુભવતા હો તો સૌથી પહેલાં તમારા મનને મનાવો. એમ વિચારો કે તમે તમારો ઈન્ટારવ્યૂ પાસ કરવા જેટલા સ્માર્ટ છો. આમ છતાં તમારા ચેતાતંત્રને શાંત પાડવા ટ્રાપ્ટોહફેન નામનું એમિનો એસિડ ધરાવતો આહાર લો. સોયાબીનમાં આ દ્રવ્ય પ્રચૂર માત્રામાં હોવાથી તે તમારા મગજને શાંત પાડવા સાથે તમારા આત્મરવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરે છે. આ ઉપરાંત દહીમાં રહેલા ઝીંક અને આયોડીન પણ મગજને ઝડપથી કામ કરતું કરે છે.

webdunia
P.R
પહેલી વખત ડેટ પર જઈ રહ્યાં છો? સ્વા ભાવિક રીતે જ મગજમાં થોડી ચિંતા, થોડી ઉત્તેજના, થોડો ભય જેવી કંઈકેટલીય સંવેદનાનો શંભુમેળો જામે છે. આવી સ્થિ તિમાં મગજને શાંત કરવા એક કપ કેમમાઈલ ટી પીઓ. ખુશ્બૂદાર છોડની આ ચા સામાન્ય ઉત્તેજનાને શાંત પાડતી હોવાથી આ ચા પીધા પછી તમે શાંતિપૂર્વક વિચારી શકશો કે તમારે શું પહેરવું જોઈએ, કેવી રીતે વાત કરવી જોઈએ, કઈ ગિફ્‌ટ લઈ જવી જોઈએ કે સામી વ્યક્તિને કઇ રીતે ઈમ્પ્રેસ કરવી જોઈએ.

webdunia
P.R
ફણગાવેલા કઠોળ : પરીક્ષા આપવા જવાનું છે? તો તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં હોલ ગ્રેન હોવાં જ જોઈએ. ખડ ધાન્ય: મગજને સતેજ રાખે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફોલેટ નામનું દ્રવ્ય તમે જે વાંચો છો. તેનું વિશ્લેકષણ કરીને તેને સ્મૃતિમાં અકબંધ રાખવામાં મદદ કરે છે અને જયારે તમે પરીક્ષા આપવા બેસો ત્યાવરે બધું ઝપાટાભેર યાદ કરવામાં પણ ખપ લાગે છે. આ ઉપરાંત સંશોધકોના મત મુજબ ચ્યુઈંગમ ચાવવાથી પણ સ્મૃતિ તેજ બને છે. તેથી પરીક્ષા આપવા જવાના હો તેની થોડી વાર અગાઉ ચ્યુયઈંગમ ચાવો.

Share this Story:

Follow Webdunia gujarati