Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાપમાળા 108 મણકાની જ કેમ ?

જાપમાળા 108 મણકાની જ કેમ ?
P.R
જાપમાળા હાથમાં લઈને જપ કરતી વખતે તમે ધ્યાનમાં લીધુ હશે કે માળામાં 108 મોતી હોય છે.
માળા રુદ્રક્ષની હોય, તુલસીમાળા હોય, સ્ફટિકની હોય કે મોતીની હોય.. માળામાં મોતીની સંખ્યા 108 જ હોય છે. આની પાછળ કારણ શુ છે ?

રુદ્રાક્ષ માળા સર્વશ્રેષ્ઠ કહેવાય છે. કારણ કે તે શિવશંકરનું પ્રતિક કહેવાય છે. જપ કે ઈશ્વરનું નામ સ્મરણ કરતી વખતે એક નિશ્ચિત સંખ્યા મનમાં લઈને નામસ્મરણ કરવુ એવુ શાસ્ત્રોમાં કહ્યુ છે. સંખ્યાવગરનુ જપ નામસ્મરણ પૂર્ણ ફળ આપતુ નથી. જાપમાળાથી નામસ્મરણ કરવાથી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.

દિવસના બાર કલાકમાંથી મનુષ્ય 10800 વખત શ્વાસોચ્છવાસ કરે છે. દરેક શ્વાસ સાથે તેણે નામસ્મરણ કરવુ એવી કલ્પના હોય છે. આવુ શક્ય ન હોવાથી 10800માંથી માત્ર 108 વખત નામસ્મરણ કરવુ, 108 અંક પાર કર્યો કે જપમાળામાં એક બીજા પ્રકારનો મોતી હોય છે, જે આપણા હાથને 108 અંક પૂરા થવાની સૂચના આપે છે. તેથી હંમેશા 108 વખત જપ કરવાની પ્રથા છે.

Share this Story:

Follow Webdunia gujarati