Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રત્નવિજ્ઞાન : કયો રત્ન ક્યારે ધારણ કરશો ?

રત્નવિજ્ઞાન : કયો રત્ન ક્યારે ધારણ કરશો ?
P.R
- સૂર્યને શક્તિશાળી બનાવવામાં માણિક્યની સલાહ આપવામાં આવે છે. 3 રતીના માણિકને સુવર્ણની અંગૂઠીમાં અનામિકા આંગળીમાં રવિવારના દિવસે પુષ્ય યોગમાં ધારણ કરવો જોઈએ.

- ચંદ્રને મોતી પહેરવાથી શક્ત્તિશાળી બનાવી શકાય છે. જે 2,4 કે 6 રતીની ચાંદીની આંગળીમાં શુકલ પક્ષ સોમવાર રોહિણી નક્ષત્રઁઆ ધારણ કરવો જોઈએ.

- મંગળને શક્તિશાળી બનાવવા માટે લાલ રત્નને સોનાની આંગળીમાં 5 રતીથી મોટો, મંગળવારે અનુરાધા નક્ષત્રમાં સૂર્યોદયથી 1 કલાક પછી સુધીના સમયમાં પહેરવો જોઈએ.

- બુધ ગહને પ્રધાન રત્ન પન્ના હોય છે જે મોટાભાગના રૂપમાં પાંચ રંગોમાં જોવા મળે છે. સાધારણ પાણીના રંગ જેવો, પોપટની પાંખો જેવા રંગવાળો સિરસના ફૂલના રંગ જેવો સેડ્રલ ફૂલના જેવા રંગવાળો, મયૂર પંખના રંગ જેવો.

જેમા અંતિમ મયૂર પંખની સમાન રંગવાલો શેડ માનવામાં આવે છે. પરંતુ આ ચમકીલો અને પારદર્શી હોવો જોઈએ. ઓછામાં ઓછા 6 રતી વજનનો પન્ના સૌથી ના-ની આંગળીમાં પ્લેટિનમ કેસોનાની અંગૂઠીમાં બુધવારે વહેલી સવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ.

webdunia
P.R
- ગુરૂ(બૃહસ્પતિ) માટે પુખરાજ 5,6,9 કે 11 રતીની સોનાની અંગૂઠીમાં અંગૂઠા પાસેની આંગળીમાં ગુરૂ પુષ્ય યોગમાં સાંજના સમયે ધારણ કરવાનો પરામર્શ ગ્રંથોમાં હાજર હોય છે.

- શુક્ર ગ્રહને શક્તિશાલી બનાવવા માટે હીરા (ઓછામાં ઓછા 2 કેરેટનો)મૃગશિરા નક્ષત્રમાં વચ્ચેની આગંળીમાં ધારણ કરવો જોઈએ.

- શનિ ગ્રહની શાંતિ માટે નીલમ 3,6,7 કે 10 રતીનો મધ્યમા આંગલીમાં શનિવારે શ્રવણ નક્ષત્રમાં પંચધાતૂની આંગળીમાં ધારણ કરવો જોઈએ.

- રાહુ માટે 6 રતીનો ગોમેદ ઉત્તરા ફાલ્ગૂની નક્ષત્રમાં બુધવારે કે શનિવારે ધારણ કરવો જોઈએ. જેને પંચધાતુમાં અને મધ્યમા આંગળીમાં પહેરવો જોઈએ.

- કેતુ માટે 6 રતીનો લસણિયો ગુરૂ પુષ્ય યોગમાં ગુરૂવારે સૂર્યોદય પહેલા ધારણ કરવો જોઈએ. તેને પણ પંચધાતૂમાં અને મધ્યમા આંગળીમાં પહેરવો જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati