Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રિ વિશેષ : તંત્ર સિદ્ધિ માટે કન્યા પૂજન કેમ ?

નવરાત્રિ વિશેષ : તંત્ર સિદ્ધિ માટે કન્યા પૂજન કેમ ?
તંત્ર શાસ્ત્ર વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. ખાસ કરીને પંચ 'મકાર' સાધના ને લઈને જે,આ મત્સ્ય, મદિરા, મુદ્રા મૈથુન વગેરેનુ વર્ણન છે. આ જ કારણે કુંવારી કન્યા અને મૈથુન પર વારેઘડીએ આરોપ લાગતા રહ્યા છે.

આ શબ્દોનો અર્થ શાબ્દિક ન થઈને ગુપ્ત હતો, જેમા કુંવારી કન્યાનુ મહત્વ નારીમાં રહેલ ચુંબકીય શક્તિ(મેગ્નેટિક ફોર્સ) સાથે હતો.

નારી જેટલી પુરૂષના સંસર્ગમાં આવે છે તે એટલી જ ચુંબકીય શક્તિનુ ક્ષરણ કરતી જાય છે. ચુંબકીય શક્તિ જ આદ્યશક્તિ છે, જેને અતરર્નિહિત કઈને કામ શક્તિને આત્મશક્તિમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ શક્તિ બે કેન્દ્રોમાં વિલીન થાય છે.

પ્રથમ મૂળાધાર ચકમાં જ્યાથી આ ઉર્જા જનનેદ્રિયના માર્ગથી નીચે પ્રવાહિત થઈને પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે અને જો આ ઉર્જા ના મધ્ય સ્થિત આજ્ઞા ચક્રથી જ્યારે ઉપરની તરફ પ્રવાહિત થાય છે તો સહસ્ત્રાર સ્થિત બ્રહ્મ સાથે જોડાય જાય છે.

આથી કુંવારી કન્યાનો પ્રયોગ તાંત્રિક તેની શક્તિની મદદથી શારિરીક સુખ પ્રાપ્ત કરવા નહી પણ તેને ભૈરવી રૂપમાં સ્થાપિત કરીને બ્રહ્મ પાસેથી સાયુલ્ય મેળવવા માટે કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

27 સપ્ટેમ્બરનું રાશિફળ - માં કાલરાત્રિ કરશે દુખ દૂર