12-12-12 : આ શુભ સંયોગના રોજ જન્મેલ બાળક કેવુ ?
1
2-12-12
આ સદીની અંતિમ યાદગાર તારીખ છે. આ તારીખ હવે સો વર્ષ પછી આવશે. ઘણા લોકો આ તારીખને યાદગાર બનાવવા માટે પોતાના બાળકોને આ દિવસે જન્મ અપાવવા માંગે છે તો ઘણ લોકો આ દિવસે લગ્ન કરવા માંગે છે. ઘણા લોકોએ આ તારીખને પોતાની ઈચ્છાપૂર્તિ માટે બુક કરાવી રાખ્યો છે. 12-12-12ના રોજ શુભ સમય 12 વાગીને 12 મિનિટ 12 સેકંડ બપોરનો રહેશે. આ યાદગાર સમયનુ જ્યોતિષય વિશ્લેષણ પ્રસ્તુત છે. 12-12-12
ન રોજ જન્મેલ બાળકની કુંડલીનું વિશ્લેષણ આ પ્રકારનું છે. :- કુંભ લગ્નમાં જન્મ લેનારા જાતક ઈકહરે શરીરવાળો આકર્ષક હોય છે. તેનુ કદ-શરીરનો બાંધો મોટાભાગે ઉત્તમ જ હોય છે. લગ્ન અને દ્વાદશ ભાવનો સ્વામી ઉચ્ચનો થઈને નવમ ભાગ્ય ભાવમાં પણ ઉચ્ચનો છે. ઉચ્ચનો શનિ નવમ ભાવમાં હોવાથી તે ભાગ્યશાળી રહેશે. રાશિપતિ મંગલ મિત્ર રાશિનો બનીને એકાદશ ભાવમાં ગ્રુરૂની મિત્ર રાશિ ધનુમાં છે. તેથી ધનના મામલામાં મધ્યમ રહેશે. પણ શનિની તૃતીય દ્રષ્ટિ ક્યારેક ક્યારેક નુકશાનદેહ પણ હોઈ શકે છે. ધનેશ, વાણી, કુટુંબ ભાવ અને એકાદશ ભાવનો માલિક ગુરૂ વક્રી થઈને ચતુર્થ ભાવમાં હોવાથી બચત ઓછી રહેશે. આવક બાબતે ઉણપ અનુભવશે. દશમ ભાવ મતલબ વેપાર, પિતા, નોકરી, રાજનીતિના સ્થાનમાં સૂર્ય સપ્તમેશ, ચંન્દ્ર ષદ્દેશ, બુધ પંચમેશ અને અ ષ્ટમેશ ચતુર્થ તેમજ લગ્નેશ નવમ ભાવનો સ્વામી શુક્ર રાહુની સાથે છે. આ જ રીતે સૂર્ય રાહુને પિતૃ દોષ ચંદ્ર રાહુથી ગ્રહણ યોગ સૂર્ય ચંદ્રનો અમાસ યોગ પણ શુભ ફળદાયક નથી રહેતુ. આ સ્થિતિ ભાવથી સંબંધિત ફળમાં કમી લાવે છે. આ નસીબના ફળને આપે છે. નવાંશમાં ગ્રહોની અનુકૂળતા બની રહે છે. મંગળ પોતાના ઘર વૃશ્ચિકમાં છે. બુધ ઉચ્ચનો છે. બીજી બાજુ શનિ પણ પોતાના જ ઘરમાં કુંભમાં છે. આ પ્રકારના સંયોગથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી ફાળમાં શુભ્રતા આવી જાય છે અને યુવાવસ્થામાં સારા પરિણામો જ મળે છે. વર્તમાન અમાં લગ્ન અને દ્વાદશ ભાવના સ્વામી શનિની અંતર્દશામાં નીચનો ચંદ્ર ષષ્ટેશ છે. તેની અંતર્દિશા ચાલી રહી છે. આ સમયે 16 ફેબ્રુઆરી 2014 સુધી 12-12-12ના જન્મેલ જાતકનું ધ્યાન રાખવુ પડશે.