Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ (ન્યુમરોલોજી) : તમારા બર્થ નંબર દ્વારા બનાવો તમારું કેરિયર

જ્યોતિષ (ન્યુમરોલોજી) : તમારા બર્થ નંબર દ્વારા બનાવો તમારું કેરિયર
P.R
મોટાભાગના લોકોને એ નથી સમજાતુ કે ન્યૂમરોલોજી કેવી રીતે કામ કરે ક હ્હે. પરંતુ કેટલીક માળખાગત વાતોને સમજવી મુશ્કેલ પણ નથી. તમારે ફક્ત તમારી જન્મતારીખની જરૂર છે જેથી તમે તમારો બર્થ નંબર જાણી શકો. મતલબ જો તમે 29 તારીખે જન્મ્યા હોય તો તમારો બર્થ નંબર છે 2+9=11 અને ફરી 1+1=2 મતલબ 2 તમારો બર્થ નંબર છે.

1. ક - જો તમારો બર્થ નંબર એક છે તો તમારો રસ રચનાત્મક કાર્યોની તરફ રહેશે અને તમે હંમેશા નવા વિચારોથી ભરપૂર રહેશો. તમે એક ડિઝાઈનર, ગ્રુપ લીડર ફિલ્મ મેકર કે શોધકારકના રૂપમાં સફળ રહેશો.

2. બે : નંબર બે નો સંબંધ હાર્મોની અને સાથ સાથે છે. નૃત્ય, કવિતા અને ગણિત તમારા માટે એક સારો વિકલ્પ છે. નંબર બે થી વ્યક્તિ મહાન અને શોઘકર્તા બને છે.

3. ત્રણ : ચંચળતા અને બોલ્ડનેસ નંબર ત્રણનો વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવા ક્ષેત્ર છે, જેમા તમે પ્રયાસ કરી શકો છો, અને સફળ પણ થઈ શકો છો. તમારા માટે સારા કેરિયરના વિકલ્પ છે - એક્ટિંગ, મ્યુઝિક, રાઈટિંગ અને જર્નાલિજ્મ. તમે ફેશન ડિઝાઈનિંગ અને મોડેલિંગ વિશે પણ વિચારી શકો છો.

4. ચાર : જો તમારો નંબર ચાર છે તો મહદઅંશે આપ વ્યવ્હારિક વ્યક્તિ હશો. દ્રઢ નિશ્ચય અને મનની શક્તિવાળા. અમે એંજિનિયર, બિલ્ડર, પોગ્રામર, એકાઉંટેંટ, આર્કિટેક્ચર, ઈકોલોજીસ્ટ કે મિકેનિક ના રૂપમાં શ્રેષ્ઠ રહેશો.

5. પાંચ : નંબર પાંચ તમને એડવેચર્સ બનાવે છે અને સેવક હોવાને નાતે તમે અધ્યાપક, સોશિયલ વર્કર, મેડિકલ, પ્રોફેશનલ કુલ કે સિવિલ સર્વેંટના રૂપમાં યોગ્ય રહેશો.

6. છ : સમાજસેવા તમારો પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે શિક્ષક, સોશિયલ વર્કર, મેડિકલ પ્રોફેશનલ, કુક કે સિવિલ સર્વેંટના રૂપમાં યોગ્ય રહેશો.

webdunia
P.R
7. સાત : નંબર સાત વધુ પડતા અંતર્જ્ઞાની હોય છે તમે વૈજ્ઞાનિક, મનોચિકિત્સક, તપાસ કરનાર, દાર્શનિક, જાસૂસ કે મિસ્ટ્રી લેખકના રૂપમાં વધુ સફળતા મેળવશો.

8. આઠ : નેતૃત્વ અને બીજાને પોતાના જેવો બનાવી દેવો એ નંબર આઠની વિશેષતા છે. તમે સારા સેલ્સ મેનેજર, બેંકર, સ્ટોક બ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર કે એથલિટના રૂપમાં ચમકી શકો છો.

9. નવ : નંબર નવને માનવ મનની વધુ સારી સમજણ હોય છે. તેઓ બીજાને પ્રેરણા પણ આપે ક હ્હે. તમે લેક્ચરર, ફિજિશિયન, વકીલ કે ચિત્રકાર બનવાને પ્રાથમિકતા આપો.

જો તમે તમારા બર્થ નંબર મુજબ કેરિયર પસંદ કરશો તો તમારી સફળતાની રાહ સરળ બની જશે. પરંતુ જો તમે કંઈક બીજુ કરવા માંગો છો તો તે માટે સમર્પિત થઈને પ્રયત્ન કરો.

દરેક પ્રયત્ન તમારુ નસીબ બદલી શકે છે. કારણ કે પ્રયત્નોમાં નસીબ બદલવાની ક્ષમતા હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati