જીવનમાં સુખ અને સફળતા મેળવવાનું દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે. એસ્ટ્રોમાં એવા કેટલાય સહેલા ઉપાય છે, જેમને નિયમિત રીતે કરીને તમે સહેલાઈથી સુખની પ્રાપ્તિ કરી શકો છો. આવો આવા જ કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ.
- ઘરનો દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠે અને ઉગતા સૂર્યના દર્શન કરે. આ સમયે જોરથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરનો વાસ્તુદોષ પણ નષ્ટ થઈ જાય છે. - સૂર્ય દર્શન પછી સૂર્યને જળ, ફુલ અને રોલી-અક્ષતનુ અર્ધ્ય આપો. સૂર્યની સાથે ત્રાટક કરો. - પથારીમાંથી ઉઠતી વખતે બંને પગ જમીન પર એક સાથે મુકો, એ જ સમયે ઈષ્ટ દેવનુ સ્મરણ કરો અને હાથને મોઢા પર ફેરવો.
- સ્નાન અને પૂજા સવારે 7 થી 8 વચ્ચે જરૂર કરી લો. - ઘરમાં તુલસી અને કેરીનુ ઝાડ લગાવો અને તેની નિયમિત સેવા કરો - પક્ષીઓને દાણા નાખો
- શનિવાર અને અમાસના રોજ આખા ઘરની સફાઈ કરો, ફાલતુ સામાનને બહાર કરો, જૂતા-ચંપલનું દાન કરો. - નાહ્યા પછી ક્યારેય બાથરૂમને ગંદુ ન છોડશો - જેટલીવાર બની શકે ત્યારે ભત્રીજી-ભાણીને કોઈને કોઈ દાન આપતા રહો. કોઈ બુધવારે ફોઈને પણ ચટપટી વસ્તુઓ ખવડાવો.
N.D
- ઘરમાં જમવાનું બનાવતી વખતે ગાય અને કૂતરાનો ભાગ જરૂર કાઢી મુકો. - બુધવારે કોઈને પણ ઉધાર ન આપશો, પાછુ નહી આવે. - રાહુ કાળમાં કોઈ કાર્ય શરૂ ન કરો.
- શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન આવતુ રહેશે -વર્ષમાં એક કે બે વાર ઘરમા કોઈ પાઠ કે મંત્રોક્ત પૂજન બ્રાહ્મણ દ્વારા અવશ્ય કરાવો. - સ્ફટિકના શ્રીયંત્ર પારદ શિવલિંગ, શ્વેતાર્ક ગણપતિ અને દક્ષિણાવર્ત શંખને ઘર કે દુકાન વગેરેમાં સ્થાપિત કરી પૂજન કરવાથી ઘરનો ભંડાર ભર્યો પૂરો રહે છે.
N.D
- ઘરની દરેક વ્યક્તિએ પોતપોતાના ઈષ્ટદેવનુ જાપ અને પૂજન જરૂર કરવુ જોઈએ. - જ્યાં સુધી બની શકે અનાજ, વસ્ત્ર, તેલ, ધાબળો, અભ્યાસની સામગ્રી વગેરેનું દાન જરૂર કરો. દાન કર્યા પછી તેનો ઉલ્લેખ ન કરો. - તમારી રાશિ કે લગ્નનો સ્વામી ગ્રહના રંગની કોઈ વસ્તુ પોતાની પાસે અવશ્ય રાખો.