Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમારી વર્ષગાંઠ જૂનમાં છે ?

અનેક કલાઓના જાણકાર જૂનમાં જન્મેલા યુવા

શુ તમારી વર્ષગાંઠ જૂનમાં છે ?
N.D
તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી.

તેમની અંદર શાસન કરવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે દરેકને પોતાનો ગુલામ સમજવાની ભૂલ કરે છે. તેઓ કોઈના હાથ નીચે તો રહી જ નથી શકતા જ્યારે પણ કોઈ નોકરી કરશે તો બોસ બનીને જ કરી શકશે.

જો કોઈના હાથ નીચે તેમને કામ કરવુ પણ પડે તો પોતના બોસ સાથે તેમનુ ત્યાં સુધી જ બનશે જ્યા સુધી તેઓ તેમનુ કહેવુ માનશે નહી તો મતભેદ ઉભો થશે. લડાઈ-ઝગડો કરવામાં આ લોકો નંબર વન છે. અહીં સુધી કે ગુસ્સામાં તેમનો પોતાના પર કંટ્રોલ જ નથી રહેતો અને એ નથી વિચારતા કે તેમની સામે કોણ ઉભુ છે, ગમે તેવુ બોલી જાય છે.

તેમના જેવો ડિપ્લોમેટિક માણસ બીજો નથી. પોતાના મતલબ હોય ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરશે કે સામે વાળી વ્યક્તિ પાણી પાણી થઈ જાય. કામ થઈ જાય તો ઉપકારને ક્ષણમાં ભૂલી જશે. તેમનુ મગજ એટલુ શાંત અને ચાલાક હોય છેકે જો કામ તેમને નથી ગમતુ તે કામ તેઓ બીજા પાસેથી ખૂબ જ ચાલાકી પૂર્વક કરાવી લે છે. તેમની અંદર ઘણી કલા છિપાયેલી હોય છે. વ્યંજન બનાવવાનો અને સૌને ખવડાવવાનો તેમને વિશેષ હોક હોય છે. મનના તેઓ ખૂબ જ વિચિત્ર હોય છે.

મૂડમાં હોય તો દુનિઅય લૂંટાવી દે છે નએ જો વસૂલવા પર આવે તો સામેવાળાના લોહીનું ટીપું પણ ન છોડે. રોમાંસ તેમને માટે ચૂપચાપ વસ્તુ છે. સાર્વજનિકે રીતે રોમાંસ કરવાના વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ એવુ નથી કે જૂનમાં જન્મેલા યુવા તકસાધુ હોય છે. તેઓ પોતાના સાથે માટે દુનિયાનો સામનો કરી શકે છે. જો કે તેમના પાર્ટનર માટે તો તેઓ એક કોયડો પણ હોય છે.

webdunia
N.D
આ મહિનામાં જન્મેલા યુવા કુશળ અધિકારી, પેંટર, કાઉંસલર, મેનેજર ટીચર કે ડોક્ટર હોય છે. રાજનીતિ માટે જો તેમના ગ્રહો જો થોડો પણ સહયોગ કરે તો બધા પર છવાય જવાની તાકત ધરાવે છે. આ લોકોને તેમના જીવનમાં નામ પૈસો બધુ મળે છે. તેમને સેલ્ફ મેડ પર્સન કહેવુ ખોટુ નહી કહેવાય. તેમની અંદર પોતાના સંઘર્ષોને લઈને એટલો ગુસ્સો રહે છે કે જેને તેઓ દોષી માને છે તેને ક્યારેય માફ નથી કરી શકતા.

તેમની આવડત એ છે કે તેઓ પોતાની ઉણપોને ક્યારેય બીજા સમક્ષ જાહેર નથી થવા દેતા. તેઓ ખુશીઓને એ સ્ટાઈલમાં મુકે છે કે સામેવાળા તેમના કાયલ થઈ જાય છે. તેમની સૌથી મોટી કમી એ છે કે બીજાને માટે જે અયોગ્ય માને છે એ તેઓ ખુદને માટે સ્વીકાર્ય કરી લે છે. મતલબ જ્યારે વાત જ્યારે ખુદની આવે ત્યારે તે નિયમમાં જરૂર મુજબનું પરિવર્તન કરી લે છે. જૂનમાં જન્મેલા યુવાઓએ દેખાવો અને બનાવટથી દૂર રહેવુ જોઈએ.

જૂનમાં જન્મેલી મહિલાઓ દિલની સીધી સાદી દેખાય છે, પરંતુ હોતી નથી. તેઓ પોતાની સમગ્ર લાઈફ દિમાગ લડાવીને વિતાવે છે, દિલથી નહી. ઘણી બાબતોમાં એવુ લાગી શકે છે કે એમની પાસે દિલ નામની વસ્તુ છે કે નહી. કોઈને સજા આપવાની બાબતમાં આમનાથી વધુ ક્રૂર કોઈ નહી.

મોટાભાગે પૂર્વાગ્રહોથી ગ્રસ્ત રહે છે. તેમને લાગે છે કે દરેક તેમને નજર લગાવી રહ્યુ છે. દરેક તેમનાથી બળી રહ્યા છે. એ જ કારણ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વિષયને લઈને પોતાનો મત કાયમ કરી લે છે, અને તેઓ જ વ્યવ્હાર કરે છે. તેઓ દિમાગ લડાવીને જીવન જીવવા છતાય તેમને મૂર્ખ બનાવવા સહેલા છે.

અપોઝિટ સેક્સને ઓળખવામાં ભૂલ કરી બેસે છે, અને દગો થાય છે તો પછતાય છે. તેમને સલાહ છે કે થોડી સીધી, થોડી નરમ થઈ જાય. લાઈફ પ્રત્યે પોતાનો એટ્ટીટ્યુડ બદલે. નેગેટિવ થિંકિગથી બચે. રિબાવવુ-ચિડચિડાવવું થોડુ ઓછુ કરે. સમજી વિચારીને બોલવુ જોઈએ. જેમા સૌથી પ્યારી વાત એ હોય છે કે તેઓ બચતનુ મહત્વ જાણે છે, સામેવાળી વ્યક્તિ તેમને કંજૂસ સમજે તો સમજે તેની પરવા નથી કરતા.

લકી નંબર ; 4, 6. 9
લકી કલર : ઓરેંજ મેજેંટા અને યેલો
લકી ડે : ટ્યુસ ડે, સેટરડે, ફ્રાઈડે
લકી સ્ટોન : તેમણે કુંડળી બતાવીને જ રત્ન પહેરવો જોઈએ. આમ તો મહિના મુજબ રૂબી હોઈ શકે છે.

સલાહ : શુક્રવારે ગરીબ બાળકોને બુક્સ દાન કરવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati