વર્ષ 2012માં દુનિયાને ચાર રોમાંચક દ્રશ્યો જોવા મળશે
નવા વરસ 2012માં સૂર્ય,પૃથ્વી અને ચંન્દ્રમાની ત્રીમૂર્તિ દુનિયાને ગ્રહણનાં ચાર રોમાંચક દૃશ્ય દેખાડશે. આ સિવાય એક ખગોળીય ઘટના દરમિયાન શુક્ર ધીરે-ધીરે કોઇ બોલની માફક સૂર્યની સામેથી ગુજરતો માલુમ પડશે. જોકે આ ચાર ગ્રહણોમાંથી ભારતમાં માત્ર એક જ દેખાશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઉજ્જૈનની જીવાજી વેધશાળાનાં અધિક્ષક ડોક્ટર રાજેન્દ્રપ્રકાશ ગુપ્તે કહ્યું કે ભારતીય સંદર્ભમાં કરવામાં આવેલી કાલગણના મુજબ અદ્ભૂત ખગોળીય ઘટનાઓનો સિલસિલો 21 મે-2012થી થનારા સૂર્યગ્રહણથી શરુ થશે.તેમણે કહ્યું કે નવા વરસનું પહેલું ગ્રહણ ખાસકરીને પૂર્વોત્તર ભારતમાં દેખાશે. આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંન્દ્રમાં ગુજરતો હોય. ગુપ્તે કહ્યું કે 2012 જૂનમાં શુક્રની પારગમનની દુર્લભ ઘટનાંનું ભારત સાક્ષી બનશે. આ ઘટનાંમાં પૃથ્વી પરથી જોવા મળશે કે શુક્ર સૂર્યની સામેથી ધીમી ગતીએ પસાર થઇ રહ્યો છે. શુક્ર પરાગમનની ઘટનાં લગભગ 6 કલાક સુધી જોવા મળશે જેમાં શુક્ર ધીમી ગતીએ બોલની માફક જતો હોય એમ દેખાશે.ચાર જૂને આંશિક ચંન્દ્ર ગ્રહણ થશે. જોકે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. 14 નવેમ્બરે વરસનું પહેલું સૂર્ય ગ્રહણ થશે પણ આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. 28મી નવેમ્બરે વરસનું છેલ્લું ઉપચ્છાયા ચંન્દ્ર ગ્રહણ થશે જેમાં ચંન્દ્રમા પેનુમ્બ્રા એટલે કે ગ્રહણ વખતે ધરતીનાં પડછાયાનો થોડો ભાગથી થઇને ગુજરશે.