11.11.11 ના રોજ લવમેરેજ કરવુ યોગ્ય નથી
ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે. એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. પંડિતો મુજબ આ દિવસે વિવાહ માટે કોઈ મુહુર્ત નથી, પરંતુ લવ મેરેજ (પ્રેમ વિવાહ)ને માટે આમ પણ કોઈ મુહુર્તની જરૂર નથી હોતી. ટ્રિપલ ઈલેવન 100 વર્ષ પછી આવી રહ્યો છે. તેથી આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ વાતો કરવામાં લાગ્યા છે ઘણા આ દિવસે મકાન ખરીદશે તો કોઈ નવા વેપારની શરૂઆત કરશે. કોઈ લગ્ન કરીને આ દિવસને યાદગાર બનાવવા માંગે છે. પંડિત મુજબ આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત નથી. જ્યોતિષાચાર્ય દેવેન્દ્ર પાંડેએ જણાવ્યુ કે 11 નવેમ્બરના રોજ લગ્નનું મુહુર્ત નથી જે મુહુર્તમાં વિશ્વાસ અંથી કરતા તેઓ આ દિવસે લગ્ન કરી શકે છે. ગંઘર્વ વિવાહ માટે કોઈ મુહુર્તની જરૂર નથી પડતી. ભગવાન કૃષ્ણએ પણ ગંધર્વ વિવાહ કર્યા હતા. શ્રી પાંડેએ જણાવ્યુ કે તેમની પાસે લગભગ 30 કપલ આ દિવસે લગ્ન કરવા માટે સલાહ લઈ ચુક્યા છે. પંડિતોના મુજબ 11 નવેમ્બરના રોજ કોઈ મુહુર્તના દિવસે થનારા લગ્નથી પણ વધુ લોકોની લગ્ન માટે નોંધણી થઈ છે, જે આ તારીખનો જ ચમત્કાર છે. આ દિવસે થનારા લગ્ન સફળ થશે કે નહી એ વિશે કશુ પણ કહેવુ મુશ્કેલ છે. હિન્દુ ધર્મમુજબ તો આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત જ નથી. દેવદિવાળી પછી જેટલા મુહુર્ત છે તે બધા 11 તારીખને છોડીને જ બતાડવામાં આવ્યા છે આ દિવસે લગ્ન કરનારા પહેલા એ નક્કી કરે કે તેઓ પોતાની મેરેજ લાઈફને શાનદાર બનાવવા માંગે છે કે માત્ર પોતાના લગ્નની તારીખને યાદગાર બનાવવા માંગે છે.