11.11.11 મતલબ 12 એકડાંનો અદ્દભૂત સંયોગ
હજારો વર્ષ પછી 11 એકડાંનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. 11 નવેમ્બરના રોજ એક સમય એવો પણ આવશે જયરે 12 વાર એક પંક્તિમાં 1 અંક જોવા મળશે. જ્યોતિષમાં એકનું વિશેષ મહત્વ છે, કારણ કે એક અંકનો સ્વામી સૂર્યદેવ છે, જ્યારે કે તેનો મૂળાંકનો સ્વામી ચંદ્રદેવ છે. 11
નવેમ્બર 2011, દિવસ શુક્રવાર, કૃષ્ણ પક્ષની પ્રથમ તિથિ, ભરણી અને કૃતિકા નક્ષત્રનો દિવસ, અંકોની દુનિયામાં સદીનો સૌથી મહત્વપૂર્ણ સંયોગ નિર્મિત થઈ રહ્યો છે. જ્યારે 11 તારીખ, 11મો મહિનો ઉપરાંત 11મું વર્ષ પણ હશે. આ દિવસે ઘડિયાળની સોઈ જ્યારે 11 વગીને 11 મિનિટ અને 11 સેકંડ પર હશે ત્યારે તારીખ અને સમયના અંકોથી બાર એકડાંઓનુ નિર્માણ થશે. પ દીપક શર્મા મુજબ ઘર્મ, આધ્યાત્મ અને જ્યોતિષ જગતમાં 11 નવેમ્બરનુ વિશેષ મહત્વ છે. આ અંકમાં એક અંકનોબે વાર પ્રયોગ થયો છે. એક અંકનો સ્વામી સૂર્યદેવ છે અને જેમા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. અંક 11નો યોગ બે છે અને અંક બેનો સ્વામી ચંદ્રદેવ છે. આ રીતે અંક 11નો સૂર્ય અને ચંદ્રદેવ બંનેના આશીર્વાદ મળેલ છે. અંક 11ના આધાર પર તિથિયોમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્વ છે અને સંપૂર્ણ તિથિઓમાં અગિયારસ તિથિને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જો 11 નવેમ્બર 2011ને જોડીને મૂળાંક કાઢવામાં આવે તો 6 આવે છે. આ અંકનો સ્વામી શુક્રદેવ છે અને આ દિવસ શુક્રવાર પણ છે. શુક્રદેવને સાંસારિક સુખો, વૈભવ અને એશ્વર્યનુ કારણ માનવામાં આવે છે.
આ જ રીતે જો 11 નવેમ્બરની તારીખ અને સમયનો મૂળાંક જોડવામાં આવે તો મૂળાંક 3 આવે છે. આ અંકનો સ્વામી દેવગુરૂ ગુરૂવાર છે. ગુરૂવારને ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનો કારક માનવામાં આવે છે. આ તારીખને સૂર્યદેવ અને ચંદ્રદેવની સાથે સાથે ગુરૂવાર અને શુક્રની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સદીનો આ એકમાત્ર દિવસ એવો રહેશે જ્યારે 12 અંકોનો સંયોગ બનશે. શર્માના કહેવા મુજબ આગાઉ પણ એક ક્રમ 9 ઓક્ટોબર 2011ના રોજ નિર્મિત થયો હતો, જ્યારે 9, 10 અને 11ના અંક ક્રમમા આવ્યા હતા. પરંતુ અંકોની સમાનતાનો આ રોમાંચકારી સંયોગ હજારો વર્ષમાં એકવાર નિર્મિત થઈ રહ્યો છે. તેથી આ અંકનો આ સમૂહ આ તારીખ અને તિથિ માટે અપાર ખુશીઓ લઈને આવી રહ્યો છે.