Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11.11.11 ના રોજ લવમેરેજ કરવુ યોગ્ય નથી

11.11.11 ના રોજ લવમેરેજ કરવુ યોગ્ય નથી
N.D
ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે. એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. પંડિતો મુજબ આ દિવસે વિવાહ માટે કોઈ મુહુર્ત નથી, પરંતુ લવ મેરેજ (પ્રેમ વિવાહ)ને માટે આમ પણ કોઈ મુહુર્તની જરૂર નથી હોતી.

ટ્રિપલ ઈલેવન 100 વર્ષ પછી આવી રહ્યો છે. તેથી આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ વાતો કરવામાં લાગ્યા છે ઘણા આ દિવસે મકાન ખરીદશે તો કોઈ નવા વેપારની શરૂઆત કરશે. કોઈ લગ્ન કરીને આ દિવસને યાદગાર બનાવવા માંગે છે.

પંડિત મુજબ આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત નથી. જ્યોતિષાચાર્ય દેવેન્દ્ર પાંડેએ જણાવ્યુ કે 11 નવેમ્બરના રોજ લગ્નનું મુહુર્ત નથી જે મુહુર્તમાં વિશ્વાસ અંથી કરતા તેઓ આ દિવસે લગ્ન કરી શકે છે.

ગંઘર્વ વિવાહ માટે કોઈ મુહુર્તની જરૂર નથી પડતી. ભગવાન કૃષ્ણએ પણ ગંધર્વ વિવાહ કર્યા હતા. શ્રી પાંડેએ જણાવ્યુ કે તેમની પાસે લગભગ 30 કપલ આ દિવસે લગ્ન કરવા માટે સલાહ લઈ ચુક્યા છે.

પંડિતોના મુજબ 11 નવેમ્બરના રોજ કોઈ મુહુર્તના દિવસે થનારા લગ્નથી પણ વધુ લોકોની લગ્ન માટે નોંધણી થઈ છે, જે આ તારીખનો જ ચમત્કાર છે.

આ દિવસે થનારા લગ્ન સફળ થશે કે નહી એ વિશે કશુ પણ કહેવુ મુશ્કેલ છે. હિન્દુ ધર્મમુજબ તો આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત જ નથી. દેવદિવાળી પછી જેટલા મુહુર્ત છે તે બધા 11 તારીખને છોડીને જ બતાડવામાં આવ્યા છે

આ દિવસે લગ્ન કરનારા પહેલા એ નક્કી કરે કે તેઓ પોતાની મેરેજ લાઈફને શાનદાર બનાવવા માંગે છે કે માત્ર પોતાના લગ્નની તારીખને યાદગાર બનાવવા માંગે છે.

Share this Story:

Follow Webdunia gujarati