Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુખ અને સફળતા મેળવવાના સરળ ઉપાય

એસ્ટ્રોના સરળ ઉપાય

સુખ અને સફળતા મેળવવાના સરળ ઉપાય
N.D
જીવનમાં સુખ અને સફળતા મેળવવાનું દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે. એસ્ટ્રોમાં એવા કેટલાય સહેલા ઉપાય છે, જેમને નિયમિત રીતે કરીને તમે સહેલાઈથી સુખની પ્રાપ્તિ કરી શકો છો. આવો આવા જ કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ.

- ઘરનો દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠે અને ઉગતા સૂર્યના દર્શન કરે. આ સમયે જોરથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરનો વાસ્તુદોષ પણ નષ્ટ થઈ જાય છે.
- સૂર્ય દર્શન પછી સૂર્યને જળ, ફુલ અને રોલી-અક્ષતનુ અર્ધ્ય આપો. સૂર્યની સાથે ત્રાટક કરો.
- પથારીમાંથી ઉઠતી વખતે બંને પગ જમીન પર એક સાથે મુકો, એ જ સમયે ઈષ્ટ દેવનુ સ્મરણ કરો અને હાથને મોઢા પર ફેરવો.

- સ્નાન અને પૂજા સવારે 7 થી 8 વચ્ચે જરૂર કરી લો.
- ઘરમાં તુલસી અને કેરીનુ ઝાડ લગાવો અને તેની નિયમિત સેવા કરો
- પક્ષીઓને દાણા નાખો

- શનિવાર અને અમાસના રોજ આખા ઘરની સફાઈ કરો, ફાલતુ સામાનને બહાર કરો, જૂતા-ચંપલનું દાન કરો.
- નાહ્યા પછી ક્યારેય બાથરૂમને ગંદુ ન છોડશો
- જેટલીવાર બની શકે ત્યારે ભત્રીજી-ભાણીને કોઈને કોઈ દાન આપતા રહો. કોઈ બુધવારે ફોઈને પણ ચટપટી વસ્તુઓ ખવડાવો.

webdunia
N.D
- ઘરમાં જમવાનું બનાવતી વખતે ગાય અને કૂતરાનો ભાગ જરૂર કાઢી મુકો.
- બુધવારે કોઈને પણ ઉધાર ન આપશો, પાછુ નહી આવે.
- રાહુ કાળમાં કોઈ કાર્ય શરૂ ન કરો.

- શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન આવતુ રહેશે
-વર્ષમાં એક કે બે વાર ઘરમા કોઈ પાઠ કે મંત્રોક્ત પૂજન બ્રાહ્મણ દ્વારા અવશ્ય કરાવો.
- સ્ફટિકના શ્રીયંત્ર પારદ શિવલિંગ, શ્વેતાર્ક ગણપતિ અને દક્ષિણાવર્ત શંખને ઘર કે દુકાન વગેરેમાં સ્થાપિત કરી પૂજન કરવાથી ઘરનો ભંડાર ભર્યો પૂરો રહે છે.

webdunia
N.D
- ઘરની દરેક વ્યક્તિએ પોતપોતાના ઈષ્ટદેવનુ જાપ અને પૂજન જરૂર કરવુ જોઈએ.
- જ્યાં સુધી બની શકે અનાજ, વસ્ત્ર, તેલ, ધાબળો, અભ્યાસની સામગ્રી વગેરેનું દાન જરૂર કરો. દાન કર્યા પછી તેનો ઉલ્લેખ ન કરો.
- તમારી રાશિ કે લગ્નનો સ્વામી ગ્રહના રંગની કોઈ વસ્તુ પોતાની પાસે અવશ્ય રાખો.

Share this Story:

Follow Webdunia gujarati