Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘર અને દુકાનમાં વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય

ઘર અને દુકાનમાં વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય
તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના નીચે દર્શાવેલા ઉપાયો વડે તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો.

- પોતાની પસંદગીને અનુસાર સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા પોતાના માથાની તરફના ખુણા પાસે મુકો.

- સુવાના રૂમની અંદર એઠા વાસણ ન રાખવા, આનાથી પત્નીનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને ધનની ઉણપ પણ થાય છે.

- પરિવારનો કોઈ પણ સભ્ય માનસિક તણાવને લીધે પીડાતો હોય તો કાળા મૃગની ચામડીને પાથરીને સુવાથી લાભ થાય છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ સ્વપ્નો આવતાં હોય તો ગંગાજળ માથા પાસે રાખીને સુવું.

- પરિવારમાં કોઈ રોગગ્રસ્ત હોય તો ચાંદીના વાસણમાં શુદ્ધ કેસરયુક્ત ગંગાજળ ભરીને ઓશિકા પાસે મુકી દેવું.

- જો કોઈ વ્યક્તિ માનસિક તણાવને લીધે હેરાન હોય તો રૂમમાં શુદ્ધ ઘીનો દિવો પ્રગટાવીને રાખો અને સાથે ગુલાબની અગરબત્તી પણ સળગાવો.

- સુવાના રૂમમાં ક્યારેય પણ સાવરણી ન રાખવી. જો કોઈ કષ્ટ પડી રહ્યું હોય તો તકીયાની નીચે લાલ ચંદન મુકીને સુઈ જવું.

- ગુપ્ત શત્રુ હેરાન કરી રહ્યાં હોય તો લાલ ચાંદીના સાપ બનાવીને તેમની આંખોમાં સુરમો લગાવી તેમને પગની નીચે રાખીને સુવુ જોઈએ.

- દુકાનમાં મન ન લાગતું હોય તો શ્વેત ગણપતિની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરીને મુખ્ય દ્વારની આગળ અને પાછળ સ્થાપિત કરવી.

- જો દુકાનનો મુખ્ય દ્વાર અશુભ હોય અથવા દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો 'યમકીલક યંત્ર' ની પૂજા કરીને સ્થાપના કરવી. જો સરકારી કર્મચારી દ્વારા હેરાન થતાં હોય તો સુર્ય યંત્રની વિધિપૂર્વક પૂજા કરીને દુકાનમાં તેની સ્થાપના કરવી.

- સીડીઓની નીચે બેસીને મહત્વપુર્ણ કાર્ય ન કરો.

- દુકાન, ફેક્ટરી, કાર્યાલય વગેરે જગ્યાએ વર્ષમાં એક વખત પૂજા અવશ્ય કરાવો.

- જો દુકાનમાં ચોરી થતી હોય તો દુકાનના ઓટલાની પાસે પૂજા કરીને મંગળ યંત્ર સ્થાપિત કરો.

webdunia
 
- જ્યારથી તમે મકાન લીધું હોય ત્યારથી ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય અને લાગતું હોય કે જુના મકાનમાં બધુ જ સારૂ હતું અને અત્યારે વધારે મુશ્કેલીઓ છે તો ઘરમાં પીળા રંગના પડદા લગાવો.

- જો બાળકો આજ્ઞાકારી ન હોય, સંતાન સુખ અને સંતાનનો સહયોગ ઈચ્છતાં હોય તો તેને માટે સુર્ય યંત્ર કે તાંબુ ત્યાં મુકો જ્યાં મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય. પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને મુકો.

Share this Story:

Follow Webdunia gujarati