Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુનિયા સમાપ્તિની ચેતાવણી

દુનિયા સમાપ્તિની ચેતાવણી
N.D
ઓકલેંડ કેલીફોર્નિયાના એક ધર્મપદેશક - હેરલ્ડ કેચિંગે ઠીક ઠીક હિસાબ લગાવીને ચેતાવણી આપી છે કે વર્ષ 2011ની 21 મે ની સાંજે 6 વાગ્યે દુનિયા સમાપ્ત થવાની છે. તેમનુ કહેવુ છે કે આ સમય પર જ દુનિયાની બે ટકા વસ્તી તરત જ સ્વર્ગવાસી થઈ જશે અને બાકીની વસ્તી કોઈ બીજા સ્થાન પર પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે પૂર્વમાં સિવિલ એંજીનિયરિંગ રહી ચુકેલ 89 વર્ષીય કૈપિંગ દરેક દિવસે પોતાની ભવિષ્યવાણી ફેમીલી રેડિયો નેટવર્ક દ્વારા કરે છે. તેમનુ આ ધાર્મિક બ્રોડકાસ્ટિંગ સંગઠન તેમના શ્રોતાઓના દાન દ્વારા ચાલે છે.

સીત્તેર વર્ષો સુધી બાઈબલનો અભ્યાસ કર્યા પછી તેમનો દાવો છે કે તેમણે ગણિતની મદ્દદતેહે એક એવી રીત વિકસીત કરી છે, જેની મદદથી છુપાયેલી ભવિષ્યવાણીઓને સામે લાવી શકાય છે.

તેમનુ કહેવુ છે કે ઈસાને સૂળી પર ચઢાવવાના દિવસથી 7,22,500 દિવસો પછી પૃથ્વીનો અંત નક્કી છે. તેમનુ કહેવુ છે કે 7,22,500ની સંખ્યા મુખ્ય છે. કારણ કે આ 3 પવિત્ર સંખ્યાઓ - 5, 10, અને 17ના ગુણાકારથી બનેલ છે. જાપાન, ન્યુઝીલેંડ અને હૈતીમાં આવેલ ભૂકંપ આ પ્રલયના પૂર્વ સંકેત છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૈપિંગ પહેલા પણ દુનિયાનો અંત થવાની તારીખ 6 સપ્ટેમ્બર 1994 જાહેર થઈ ચુકી છે. પરંતુ પછી તેમને પોતાની ગણના સંબંધી ભૂલોની જાણ થઈ અને હવે આ તારીખ કાઢી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati