Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UPSC Civil Services Final Result 2021: આ રીતે કરો ચેક યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષાનુ પરિણામ

UPSC Civil Services Final Result 2021: આ રીતે કરો ચેક યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષાનુ પરિણામ
, સોમવાર, 30 મે 2022 (15:14 IST)
UPSC Civil Services Final Result: સંઘ લોક સેવા આયોગ તરફથી સમય સ્સાથે યૂપીએસસી સિવિલ સેવા અંતિમ પરિણામ 2021 ની જાહેરત કરવામાં આવશે. આ માટે સિવિલ સેવાના અંતિમ પરિણામ પછી તરત જ યૂપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર રજુ કરવામાં આવશે. 
 
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 17 માર્ચે સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને વ્યક્તિત્વ કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. પર્સનલ ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યુ 5 એપ્રિલથી 26 મે, 2022 દરમિયાન લેવામાં આવ્યો હતો.

ગુજરાતમાંથી 6 વિદ્યાર્થીઓએ ક્રેક કરી UPSC ટોપર
webdunia
લેખિત કસોટી પછી વ્યક્તિત્વ કસોટી માટે ઉપસ્થિત ઉમેદવારો નીચે આપેલા આ સરળ પગલાંને અનુસરીને પરિણામ ચકાસી શકે છે.
 
UPSC સિવિલ સર્વિસીસનું અંતિમ પરિણામ 2021: કેવી રીતે ચેક કરશો 
 
- UPSC ની સત્તાવાર સાઇટ upsc.gov.in ની વેબસાઈટ પર જાવ
- હોમ પેજ પર ઉપલબ્ધ UPSC સિવિલ સર્વિસીસ ફાઇનલ રિઝલ્ટ 2021 લિંક પર ક્લિક કરો.
- એક નવી PDF ફાઈલ ખુલશે જ્યાં ઉમેદવારો ઉમેદવારનું નામ અને રોલ નંબર ચકાસી શકશે.
- પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે તેની હાર્ડ કોપી રાખો.
 
આ ભરતી અભિયાન UPSC સંસ્થામાં 712 જગ્યાઓ ભરવામાં આવશે જેમાંથી 22 ખાલી જગ્યાઓ બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી ધરાવતા વ્યક્તિઓ માટે અનામત છે. નોંધણીની પ્રક્રિયા 4મી માર્ચે શરૂ થઈ હતી અને 24મી માર્ચ 2022ના રોજ સમાપ્ત થઈ હતી. ઉમેદવારો UPSC ની અધિકૃત સાઇટ દ્વારા આ અંગે વધુ સંબંધિત વિગતો ચકાસી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બનાસકાંઠાનાં 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માગ, રાહથી થરાદ સુધી ખેડૂતોએ બાઇક રેલી યોજી