Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, આજથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

Secondary Services Selection Board
, ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (11:36 IST)
Secondary Services Selection Board
- ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 4300 પોસ્ટ માટે ભરતી 
- ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ
- ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ

ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ઉમેદવારો ઓજસ વેબસાઈટ પર 4 જાન્યુઆરી 2024 બપોરે બે વાગ્યાથી 31 જાન્યુઆરી રાતે 11.59 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.તો બીજી તરફ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે.

ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈરાનમાં જનરલ સુલેમાનીની પુણ્યતિથિ પર થયેલા બે બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત