Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે યોજાનારી નાયબ હિસાબનીશ અને જુનિયર ફાર્માસીસ્ટની પરીક્ષાને લઇને અમદાવાદ જિલ્‍લામાં જાહેરનામું પ્રસિધ્ધ

exam
, રવિવાર, 8 મે 2022 (00:14 IST)
અમદાવાદ જિલ્લામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજીત નાયબ હિસાબનીશ વર્ગ-૩ ની પરીક્ષા તા.૦૮/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક અને જુનિયર ફાર્માસીસ્ટની પરીક્ષા બપોરે ૧૫.૦૦ કલાકથી ૧૬.૩૦ કલાક સુધી જગ્યાઓની ભરતી માટેની પરીક્ષા સુધીના જિલ્લાના નિયત કરેલાં પરીક્ષા સ્થળો પર યોજાનાર છે. 
 
સદર પરીક્ષાઓની વિશ્વસનિયતા વધે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી પરિમલ બી.પંડયાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની હદ સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલિકો/સંચાલકો જાહેર પરીક્ષાને લગતા કોઈ પણ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહીં તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોએ તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા સદરહુ પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી કેટલાંક કૃત્યો કરવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. 
 
આ જાહેરનામાની અમલવારી તા.૦૮/૦૫/૨૦૨૨ના રોજ સવારના ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ કલાક સુધી કરવાની રહેશે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. 
 
પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું નહીં તેમજ લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. જેવા કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LSG vs KKR: લખનૌએ કેકેઆરને 75 રનથી હરાવીને IPLમાં ટોપમાં સ્થાન મેળવ્યુ