Govt Jobs 2022: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. યૂપી, દિલ્હી રાજસ્થાન, મઘ્યપ્રદેશ સહિત અનેક ડિપાર્ટમેંટમાં જુદા જુદા પદો માટે અરજી માંગવામાં આવી છે. સરકારી જૉબની તૈયારી કરી રહેલા 10મુ પાસ ઉમેદવારથી લઈને માસ્ટર ડિગ્રી મેળવી ચુકેલા ઉમેદવાર આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. જુદા જુદા સરકારી વિભાગોમાં કુલ 34,907 પોસ્ટ કાઢવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર ક્વાલિફિકેશન અને એલેજિબિલિટીના આધાર પર અંતિમ તારીખ પહેલા એપ્લાય કરી શકે છે.
CISF કૉન્સ્ટેબલ જૉબ 2022
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માં જોડાવાની આર્મીમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. અહીં કુલ 710 કોન્સ્ટેબલ અને ટ્રેડસમેનની ભરતી માટે સૂચના જારી કરવામાં આવી છે. 21 નવેમ્બર 2022 થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. 10 પાસ સાથે સંબંધિત વેપારમાં ITI પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારો અરજી કરી શકે છે.
ટીચર જોબ 2022
જો તમે ટીચર લાઈનમાં જવા માંગો છો અને આ જોબ માટે એલિજિબલ છો અને આ પ્રકારની નોકરી શોધી રહ્યા છો તો ત મારે માટે એક ગોલ્ડન ચાંસ છે. હરિયાણા લોક સેવા આયોગ (HPSC) એ હરિયાણા અને મેવાત કૈડર માટે જુદા જુદા સબ્જેક્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) ની કુલ 4476 વૈકેંસી કાઢી છે. 42 વર્ષ સુધીના યોગ્ય ઉમેદવાર 21 નવેમ્બરથી ઓનલાએન એપ્લિકેશન આપી શકે છે.
યૂપી સરકારી નોકરી 2022
ઉત્તર પ્રદેશ પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે પ્રાથમિક પાત્રતા કસોટી 2021 પાસ કરનાર ઉમેદવારો માટે UP જુનિયર આસિસ્ટન્ટની નોકરી મેળવવાની તક છે. ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UPSSSC) એ સંયુક્ત જુનિયર આસિસ્ટન્ટ ભરતી મુખ્ય પરીક્ષા 2022 ની સૂચના બહાર પાડી છે. 21 નવેમ્બર 2022 થી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1 હજાર 262 જગ્યાઓ ભરવામાં આવશે.
બેંક જોબ 2022
બેંક ભરતીની તૈયારી કરી રહેલ ઉમેદવારોમાટે આઈબીપીએસ સ્પેશલિસ્ટ ઓફિસર (IBPS SO) ભરતી માટે એપ્લાય કરવાની સોનેરી તક છે. ઈંસ્ટીટ્યુટ ઓફ બૈકિંગ પર્સનલ સેલેક્શન કાયદા અધિકારી, આઈટી અધિકારી, કૃષિ ક્ષેત્ર અધિકારી, રાજભાષા અધિકારી સહિત જુદા જુદા હોદ્દા પર એસઓ વૈકેંસી માટે એપ્લીકેશન માંગી છે. જેમા કુલ 710 ખાલી પદો ભરવામાં આવશે.