Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Coal India Limited Recruitment 2022: કોલ ઈંડિયામાં 1 હજારથી વધુ પદ પર થશે ભરતી, મળશે 1 લાખ રૂપિયા સેલેરી

coal india
, ગુરુવાર, 23 જૂન 2022 (12:58 IST)
કોલ ઈંડિયા લિમિટેડ (CIL) મેનેજમેંટ ટ્રેનીના વિવિધ પદ પર ભરતી (Coal India Limited Recruitment 2022) કરવા જઈ રહ્યુ છે. આ ભરતીના માધ્યમથી મેનેજમેન્ટ ટ્રેઈનીની 1,050 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ પર જોબ કરવા ઈચ્છુક ઉમેદવારો કોલ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ www.coalindia.in પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ઓનલાઈન અરજી પ્રક્રિયા 23મી જૂન 2022ના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22મી જુલાઈ 2022 છે.
 
Coal India Limited Recruitment 2022  વૈકેંસી ડિટેસ્લ 
કુલ પદ 
માઈનિંગ - 699 पद
સિવિલ - 160 पद
ઈલેક્ટ્રોનિક્સ એંડ કમ્યુનિકેશન - 124 पद
સિસ્ટમ એંડ ઈડીપી - 67 पद
 
આ લિંક પર ક્લિક કરીને જુઓ કોલ ઈંડિયા લિમિટેડની ભરતી માટેની જાહેરાત 
Coal India Recruitment 2022 Detailed Advertisement
 
શૈક્ષણિક યોગ્યયતા -
મેનેજમેંટ ટ્રેની - જે ઉમદવારો મેનેજમેંટ ટ્રેની પદ પર ભરતી થવા માટે અરજી કરવા માંગે છે તેમની પાસે બીઈ, બીટેક, બીએસસીની સંબંધિત બ્રાંચની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે જ ઉમેદવારોએ ઓછામા ઓછા 60 ટકા અંકો સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કર્યો હોવો જોઈએ  
 
સિસ્ટમ અને EDP - આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે BE (BE), B.Tech (B.Tech), B.Sc (B.Sc), કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા MCA ડિગ્રી હોવી આવશ્યક છે.
 
પગાર 
પસંદગી પામેલા ઉમેદવારોને મેનેજમેંટ ટ્રેનીના રૂપમાં ભરતી કરવામાં આવશે અને 50000 રૂપિયાથી 1,60,000 રૂપિયાની સેલેરી આપવામાં આવશે. 
 
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
 
સિલેકશન પ્રોસેસ 
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE 2022)માં હાજર રહેવું જરૂરી છે. GATE સ્કોરના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તમામ વિભાગોની અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
 
 
એપ્લીકેશન ફી 
જનરલ કેટેગરી, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 1,000 ચૂકવવા પડશે. તેનાથી વિપરીત, SC, ST, PWD શ્રેણી અને કોલ ઈન્ડિયામાં કામ કરતા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રએ ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો, ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો