Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Career in Event Managment- આ ફીલ્ડમાં મોકા અને કમાણીની સીમા નથી જાણો કોર્સ અને કરિયરની આખી ડિટેલ

Career in Event Managment- આ ફીલ્ડમાં મોકા અને કમાણીની સીમા નથી જાણો કોર્સ અને કરિયરની આખી ડિટેલ
, મંગળવાર, 2 એપ્રિલ 2024 (14:43 IST)
જો તમે જૉબની શોધમાં છો જ્યાં ક્રિએટિવીટી, વેરાયટી અને રોમાંચક મોકાની ભરપૂર હોય તો તમે ઈવેંટ મેનેજમેંટ (Event Management) ને કરિયર વિક્લ્પના રૂપમાં પસંદ કરી શકો છો. આ ફીલ્ડમાં ટ્રેવલ કરવાની સાથે-સાથે ભરપૂર અનુભવ હાસલ કરવા અને કરિયરમાં સતત આગળ વધવાના શાનદાર મોકા મળે છે. આ તમને 
 
સામાજિક દાયરેને પણ વધારે છે. વેરાયટી આટલી કે તમે એક દિવસ કોઈના લગ્નનો આયોજન, તો બીજા દિવસે કોઈ કૉર્પોરેટ મીટિંગનો આયોજન કરી કરી રહ્યા છો તો તમે આ ઈંડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરી શકો છો. અહીં તમે દરરોજ કઈક નવુ અનુભવ કરશો. 
 
એક સફળ ઈવેંટ મેનેજર (Event manager) બનવા માટે તમને કયાં-ક્યાં ગુણોની જરૂર છે આ ઈંડસ્ટ્રીમાં તમે કેટલો કમાવી શકો છો સાથે જ આ ફીલ્ડ (Event Management Field) માં તમારા રસ્તા બનાવવા માટે કયાં કોર્સ કરવા યોગ્ય રહેશે. 
 
ઈવેંટ મેનેજમેંટ તમારા માટે છે કરિયર મેનેજમેંટ 
પ્રાઈવેટ કે કોર્પોરેટ ઈવેંટ મેનેજરના રૂપમાં કોઈ ખાસ રીતે ઈવેંટનો આયોજન કરવામાં માહેર થઈ શકો છો કે ઘણા પ્રકારના ઈવેંટ કરી શકો છો. કોઈ પણ આયોજનને સફળ બનાવવા એક સારા અને કુશળ ઈવેટ મેનેજરની ઓળખ હોય છે. પહેલા ઈવેંટ મેનેજરની માંગ માત્ર કોર્પોરેટ સેક્ટરના આયોજનમાં થતી હતી પણ પ્રાઈવેટ પાર્ટીઓના આયોજનમાં પણ તેમની મદદ લઈ શકાય છે. ખાસ વાત આ છે કે હવે નાના શહરોમાં પણ ઈવેંટ મેનેજમેંતના લોકપ્રિય થયા પછી આ ક્ષેત્રમાં અનુભવી લોકોની માંગણી વધી છે. 
 
આ ફીલ્ડની સૌથી ખાસ વાત આ છે કે ઈવેંટ્ મેનેજરના રૂપમાં તમે જે પણ કઈક કરો છો. તે બધાની સામે હોય છે. અને સારા કામના વખાણ તરત જ હોય છે. કૉંફ્રેસ, કલ્ચરલ ઈવેંટસ, ટ્રેડ ફેયર, પ્રદર્શનીઓ, ફંડ રેજિંગ એંડ સોશલ ઈવેંટસ થિએટર પરફોર્મેંસ, મ્યુજીકલ ફેસ્ટીવલ અને શો, પાર્ટીજ અને વેડીંગ, પ્રમોશન અને પ્રોડૅક્ટ લાંચ, અવાર્ડ સેરેમની, ડાંસ શો, કોમેડી શો, બુક લાંચ, ચેરિટી ફંડરેજર જેવા ઈવેંટનો આયોજન કરી તમે તમારી કરિયર મેનેજ કરી શકો છો. 
 
ઈવેંટ મેનેજમેંટમાં કરિયર બનાવવા માટે તમે કોઈ પણ સ્ટ્રીમથી 12 કે ગ્રેજુએશન કરી લીધુ હોય. જો તમે Event managment માં બેચલર ડિગ્રી કે ડિપ્લોમા કરવા ઈચ્છો છો તો તમે 12મા પછી Event Management Course કરી શકો છો. માસ્ટર ઈન ઈવેંટ મેનેજમેંટ કે પીજી ડિપ્લોમા ઈન ઈવેંટ મેનેજમેંટ એમબીએ ઈન ઈવેંટ મેનેજમેંટ માટે ગ્રેજુએટ હોવુ જરૂરી છે. બેચલર ડિગ્રીની સમૌય 3 વર્ષ, ડિપ્લેમા 2 વર્ષ, માસ્ટર ડિગ્રી 2 વર્ષ હોય છે. તેની સાથે જ તમે ઈવેંટ મેનેજમેંટના અંતર્ગત 6 મહીનાના સર્ટીફિકેટ કોર્સ પણ કરી શકો છો. 

Edited By - Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરુણ ગાંધીને ટિકિટ ન મળવા પર શું બોલ્યાં મેનકા ગાંધી?