Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આગામી 4 જુલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે અલગ-અલગ પોસ્ટ માટે GPSCની 53 પરીક્ષા યોજાશે, તારીખ અને સમય જાહેર

આગામી 4 જુલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે અલગ-અલગ પોસ્ટ માટે GPSCની 53 પરીક્ષા યોજાશે, તારીખ અને સમય જાહેર
, બુધવાર, 23 જૂન 2021 (12:10 IST)
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. સંક્રમણને કારણે રોજગાર તેમજ શિક્ષણ પર સૌથી મોટી અસરો જોવા મળી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત દેશભરમાં બોર્ડ સહિતની અનેક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. ત્યારે હવે GPSCની પરીક્ષા અંગે મોટી જાહેરાત થઈ છે. આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે GPSCની પરીક્ષા યોજાશે.



આ વિશેની માહિતી GPSCના ચેરમેને ટ્વીટ કરીને આપી છે.GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટમાં જણાવ્યું છે કે 31 દિવસમાં GPSCની 53 પરીક્ષા યોજાશે. આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન પરીક્ષાઓ યોજાશે. અલગ-અલગ પોસ્ટ માટેની પરીક્ષાની તારીખ અને સમય જાહેર કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે, જે તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.થોડા દિવસ અગાઉ ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ધો. 10 તથા ધો. 12ના વિજ્ઞાન, કોમર્સ તથા આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુલાઈથી યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે, જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25 જુલાઇએ આર્મી ભરતીની લેખિત પરીક્ષા જામનગર ખાતે યોજાશે