Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની શાળાઓમાં 26 હજાર જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂંક કરાશે, 5075 ખેલ સહાયકની ભરતી થશે

ગુજરાતની શાળાઓમાં 26 હજાર જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂંક કરાશે, 5075 ખેલ સહાયકની ભરતી થશે
અમદાવાદઃ , મંગળવાર, 11 જુલાઈ 2023 (11:46 IST)
પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 કરાર આધારિત જ્ઞાન સહાયકો નિમાશે
teacher
ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયક નિમાશે. તે ઉપરાંત રાજ્ય સરકારે શાળાઓમાં ખેલ સહાયક યોજના પણ અમલમાં મુકી છે. તે ઉપરાંત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
 
જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય કરેલ છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા ૨મત-ગમતમાં રૂચિ વધે તેમજ વિશ્વમાં યોજાના૨ રાષ્ટ્રીય અને આંત૨રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.
 
જ્ઞાન સહાયક શિક્ષકને આટલો પગાર મળશે
રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક ક૨વામાં આવશે.કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને 21000 માધ્યમક વિભાગ માટે 24000 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
 
5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક
રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ૨કારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં ‘ખેલ અભિરૂચિ કસોટી(SAT)’માં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
 
ઉમેદવારો માટે આટલી લાયકાત જરૂરી છે
જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે. અ૨જી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ કરી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશન