Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Janmashtami 2020: જન્માષ્ટમીના દિવસે કરો આ કામ, કાનો ખુશ થઈને આપશે આશીર્વાદ

Janmashtami 2020:  જન્માષ્ટમીના દિવસે કરો આ કામ, કાનો ખુશ થઈને આપશે આશીર્વાદ
, મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (19:52 IST)
જન્માષ્ટમી(Janmashtami 2020)નો તહેવાર એટલે કૃષ્ણનો જન્મોત્સવ. આવી સ્થિતિમાં તમામ ઘરોમાં જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણની ભક્તિપૂર્વક અને વિધિસર પૂજા કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભક્તો આખા વર્ષ દરમિયાન આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે.   
 
ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ મેળવવા માટે લોકો આ દિવસે વ્રત પણ કરે છે. પરંતુ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ ભગવાન પ્રસન્ન થઈ શકે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ, જેના કરવાથી ભગવાન કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પ્રસન્ન થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણની આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન દરેક બગડેલા કાર્ય બનાવી દે છે.  
 
પૂજામા શામેલ કરો પાન -  
 
શાસ્ત્રો મૂજબ જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની પૂજામા પાનનુ  વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે પૂજામા પાનનો ઉપયોગ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂજા દરમિયાન એક તાજુ પાન લો અને તેના પર "ઓમ વાસુદેવાય નમ:"  લખીને શ્રીકૃષ્ણ ને અર્પિત કરી દો. એવુ માનવામા આવે છે કે આવુ કરવાથી પૂજા ફળદાયી રહે છે.   
 
તુલસી પુજા   
જન્માષ્ટમીના દિવસે તુલસી પુજાનુ વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમા બતાવ્યૂ છે કે તુલસી ભગવાન કૃષ્ણને પ્રિય છે. તેથી આ દિવસે તુલસી પૂજા શુભ માનવામા આવે છે. એવુ કહેવાય છે કે સાંજના સમય તુલસી સામે ઘીનો દિવો પ્રગટાવો જોઇએ અને 11 વાર તુલસીની પરિક્રમા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
આ કામ ન કરો 
 
જો તમારા ઘર માં તુલસીનો છોડ નથી, તો કોઈ મંદિરમા જઈને દિવો પ્રગટાવી શકો છો. પણ કોઈ બીજાના ઘરમા તુલસી પૂજા કરવા ન જશો નહી તો તમને  પુજાન ફળ નહી મળે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી 2020: ભૂલીને પણ આ કામ નહી કરવાનું, વ્રત અને પૂજાનો લાભ મળશે નહીં