Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંસની બુદ્ધિ પરિવર્તન

કંસની બુદ્ધિ પરિવર્તન
ગર્ગ મુનિની આજ્ઞા અનુસાર વાસુદેવજીની સાથે દેવકીના વિવાહ સંપન્ન થયા. વાસુદેવની પ્રત્યે કંસને અપાર પ્રેમ હતો. કંસ પોતાની બહેન દેવકીને પોતાના પ્રાન કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો. એટલા માટે જ્યારે વિદાઈનો સમય આવ્યો ત્યારે તે સ્વયં જ તેમનો રથ હંકારવા માટે બેસી ગયો. તે રથને લઈને હજુ થોડે સુધી જ દૂર ગયો કે એટલામાં આકાશવાણી થઈ કે હે! મૂર્ખ કંસ જે બહેનને તુ આટલો બધ્હો પ્રેમ કરે છે તેનું આઠમુ સંતાન જ તારો વધ કરશે. આ આકાશવાણીને સાંભળ્યા બાદ કંસ સ્તબ્ધ રહી ગયો અને એક ક્ષણે તો તે દેવકીનો પોતાની તલવાર દ્વારા વધ કરવા માટે તૈયાર થઈ ગયો પરંતુ દેવકીના પ્રાણ બચાવવા માટે વાસુદેવે પોતાના મિત્રને કહ્યું કે એ મિત્ર તેને જેટલા પણ પુત્રો થશે તે હુ તમને સોંપી દઈશ.


કંસે વાસુદેવની વાત પર વિશ્વાસ કરી લીધો. પરંતુ વસુદેવ અને દેવકી ભયભીત થઈને પોતાના મહેલમાં આવી ગયાં. બીજી બાજુ કંસે વિચાર્યું કે ક્યાંય દેવકી અને વાસુદેવ ભાગી ન જાય તેથી તેણે પોતાના દસ હજાર સૈનિકોને આજ્ઞા આપી કે તેઓ તે બંને જણાને બંધી બનાવી લે. હવે દેવકી અને વાસુદેવ કેદીઓની જેમ કારાવાસમાં રહેવા લાગ્યા. દેવકીના ગર્ભથી જ્યારે પહેલો પુત્ર જમ્ન્યો ત્યારે વાસુદેવ તેને લઈને કંસની પાસે આવ્યાં. તો કંસને વાસુદેવ પર દયા આવી તેથી તેમણે કહ્યું કે તમે આને લઈ જાવ મને તો ફક્ત તમારા આઠમા પુત્રથી જ ભય છે. પરંતુ નારદજી દ્વારા આ વાત કહેવા પર કે સાત વખત ગણ્યા બાદ બધા જ અંક આઠ થઈ જાય છે. તમારા ઘાતકની સંખ્યાથી ગણીએ તો આ પ્રથમ બાળક જ આઠમુ સંતાન હોઈ શકે છે. તેથી કંસ ક્રોધિત થઈ ગયો અને તેણે જઈને દેવકી અને વાસુદેવના પુત્રનો વધ કરી દિધો.

દેવકીના ગર્ભથી જે પણ સંતાનો જન્મ્યા તેમને વાસુદેવે કંસને સોંપી દિધી કેમકે તેઓ સત્ય સાથે બંધાયેલ હતાં. કંસે તે બધાને જ મારી દિધા. દેવકીના સાતમા સંતાનને જન્મ્યા બાદ દેવકીના સાતમા ગર્ભ ધારણ બાદ કંસે ભયભીત થઈને દેવકીની રક્ષા પર વધારે ધ્યાન આપ્યું. પરંતુ યોગમાયાએ તેના ગર્ભને ખેંચીને રોહીણીના ગર્ભમાં મુકી દિધો. રાક્ષસોએ કંસને સુચના આપી કે દેવકીનો સાતમો ગર્ભ નષ્ટ થઈ ગયો છે. તે જ ગર્ભ દ્વારા ભગવાન અનંત પ્રગટ થયા જે દુનિયાની અંદર અંકર્ષણના નામે પ્રસિદ્ધ થયા.

Share this Story:

Follow Webdunia gujarati