चित्तमंतमचित्तं वा परिगिज्झ किसामवि।
अन्नं वा अणुजाणाइ एव्रं दुक्खाण मुच्चइ॥
પરિગ્રહ પર મહાવીર સ્વામી કહે છે કે જે માણસ સજીવ કે નીર્જીવ વસ્તુઓનો સંગ્રહ કરે છે, બીજાઓ પાસે પણ આવો સંગ્રહ કરાવે અને તેઓને આવો સંગ્રહ કરવાની સંમત્તી આપે છે તે માણસને દુ:ખથી ક્યારેય પણ છુટકારો મળતો નથી.
सवत्थुवहिणा बुद्धा संरक्खणपरिग्गहे।
अवि अप्पणो वि देहम्मि नाऽऽयरंति ममाइयं॥
જ્ઞાની માણસો કપડા, પાત્ર વગેરે જેવી વસ્તુઓમાં મમતા નથી રાખતા અહીં સુધી કે તેઓ પોતાના શરીરમાં પણ મમતા નથી રાખતા.
धणधन्नपेसवग्गेसु परिग्गह विवज्जणं।
सव्वारंभ-परिच्चाओ निम्ममत्तं सुदुक्करं॥
ધન-ધાન્ય, નોકર-ચાકર વગેરેના પરિગ્રહનો ત્યાગ કરવો જોઇએ. બધા જ પ્રકારની પ્રવૃત્તિઓને છોડવી અને મમતા રહિત થઇને રહેવું ખુબ જ મુશ્કેલ છે.
जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्ढई।
दोमासकयं कज्जं कोडीए विन निट्ठियं॥
જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ પણ વધે છે. પહેલા ફક્ત બે જ મહિના સુવાની જરૂરત હતી ત્યાર બાદ તે વધતા વધતા કરોડો સુધી પહોચી ગઇ છતા પણ પૂરી ન થઇ.