Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્ય બાબતે ભગવાન મહાવીરના ઉપદેશ

સત્ય બાબતે ભગવાન મહાવીરના ઉપદેશ

વેબ દુનિયા

ભગવાન મહાવીરને જૈન ધરમના 24મા અને છેલ્લાં તીર્થંકર તરીકે ઓળખાય છે. તેમણે સત્ય બાબતે આ રીતે જણાવ્યું છે:

पुरिसा! सच्चमेव समभिजाणाहि।
सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥

સાર: સત્ય માટે મહાવીરજી જણાવે છે કે હે પુરૂષ! તૂ સત્યને જ સાચું તત્વ માનજે. જે સમઝદાર વ્યક્તિ ફકત સત્યની આજ્ઞામાં રહે છે, તે ખરી રીતે મૃત્યુંને તરતાં પાર પામે છે.

निच्चकालऽप्पमत्तेणं मुसावायविवज्जणं।
भासियव्वं हियं सच्चं निच्चाऽऽउत्तेणदुक्करं

સાર : તે કહે છે કે પ્રમાદમાં પડ્યાં વગર દર ઘડીએ અસત્યનું ત્યાગ કરવું જોઇએ અને સત્ય સાથે બીજાં માટે સારા વચનો કહેવાં જોઇએ. દર વખતે આવું સત્ય કહેવું મુશ્કેલ હોય છે

अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया।
हिंसगं न मुखं बूया नो वि अन्नं वयावए

સાર : તે કહે છે કે અસત્યને પોતાના કે પછી બીજાં કોઇના લાભ માટે કહેવું ન જોઇએ. ક્રોધ કરતાં કે પછી ડરતાં પોતે કોઇની સામે ખોટું કહેવું ન જોઇએ. આ સિવાય બીજાંને પણ તે માટે મજબૂર ન કરવું જોઇએ.

तहेव फरुसा भाषा गुरुभूऔवघाइणी।
सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो

સાર: તેમનું કહેવું છે કે જો સત્ય કડવું હોય અને તેના લીધે કોઇને પીડા થાય કે પછી પ્રણીઓની હિંસા થાય તો એવી સ્થિતિમાં તેને કહેવું ન જોઇએ. તે પાપની ગણત્રીમાં આવી જશે.

तहेव काणं काणे त्ति पंडगं पंडगे त्ति वा
वहियं वा वि रोगि त्ति तेणं चोर त्ति नो वए

સાર: મહાવીર સ્વામીએ તો અહીં સુધી કહ્યું છે કે કાનાને કાનુ કહેવું, નપુંસકને નપુંસક કહેવું, રોગીને રોગી કહેવું કે પછી ચોરને ચોર કહેવું - એ બધું છે તો સાચું, પણ તે કહેવું યોગ્ય નથી. તેનાથી એ લોકોને દુ:ખ થાય છે.

मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा।
वाया दुरुत्ताढि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि

સાર : મહાવીરજી કહે છે કે જો લોખંડનો કાંટો લાગે તો એક-બી પળો માટેની પીડા થાય છે. તે સહેલાઇથી કાઢી શકાય છે; પણ ટીકાં અને અશુભ વાતોનો કાંટો એક વાર હૃદયમાં લાગ્યાં પછી ફરીથી નિકાળી નથી શકાતો! અને તે વર્ષો માટે દુ:ખ અને પીડા આપે છે. તેનાથી વેર થાય છે, ભય બને છે.

अपुच्छिओ न भासेज्जा भासमाणस्स अन्तरा।
विट्ठिमंसं न खाएज्जा मायामोसं विवज्जए

તેમણે તો એ પણ કહ્યું છે કે વગર પૂછ્યે કોઇ જવાબ આપવો નહિ અને બીજાં વચ્ચે બોલવું નહિ! પીઠ પાછળ કોઇની નિંદા કરવી નહિ. બોલચાલમાં કપટથી દૂર રહેતાં ખોટાં શબ્દોને ન બોલવું જોઇએ.

(ભાવાનુવાદઃ- ઉપેન શાહ)


Share this Story:

Follow Webdunia gujarati