Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોક્ષ પ્રાપ્તિ ચાર ગતિવિધિઓ પર વિચાર

મોક્ષ પ્રાપ્તિ ચાર ગતિવિધિઓ પર વિચાર
N.D

જૈન શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં પણ જીવની 84 લાખ યોનીઓ બતાવવામાં આવી છે. જીવ જ્યા સુધી મોક્ષની પ્રાપ્તિ નથી થતી ત્યાર સુધી તેન 84 લાખ યોનીઓની અંદર ભટક્યા કરે છે. આ જ 84 લાખ યોનીઓને 4 ગતિઓમાં વિભાજીત કરવામાં આવી છે. આ ચાર ગતિઓ નીચે પ્રમાણે છે-

(1) નરક ગતિ : જીવનની અંદર કરેલા ખરાબ કર્મોને કારણે જીવ નરક ગતિને પ્રાપ્ત થાય છે. આ પૃથ્વીની નીચે સાત નરક છે જેની અંદર જીવે પોતાની આયુપર્યત ઘનઘોર દુ:ખોને સહન કરવા પડે છે જ્યાંના દારૂણ દુ:ખોની એક ઝલક છાહઢાલા નામના ગ્રંથની અંદર કહી છે.

મેરૂ સમાન લોહ ગલ જાયે એસી શીત ઉષ્ણતા થાય. એટલે કે સુમેરૂ પર્વત સમાન લોખંડનો પીંડ પણ જ્યાંની ઠંડક તેમજ ઉષ્ણતાની અંદર ગળી જાય છે તેમજ ' સિન્ધુ નીર તે પ્યાસ ન જાયે તો પણ એક બુંદ લહાય ' એટલે કે સમુદ્રનું પાણી પીવા જેવી તરસ લાગે છે પરંતુ પાણીનું એક ટીંપુ પણ નસીબ નથી થતું. આવા નારકીય કષ્ટોનું શાસ્ત્રોની અંદર વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે.

તિર્યંન્વ ગતિ : જીવને પોતાના કર્મોને અનુસાર બીજી ગતિ પ્રાપ્ત થાય છે તે તિર્યંન્વ ગતિ છે. વધારે આરંભ પરિગ્રહ, ચાર કષાય અર્થાત ક્રોધ, માન, માયા, લોભ તેમજ પાંચ પાપ એટલે કે જૂઠ, અહિંસા, ચોરી, કુશીલ તેમજ પરિગ્રહની અંદર નિમગ્ન રહેવાવાળા જીવને તિર્યંન્વ ગતિ એટલે કે વનસ્પતિથી લઈને બધી જ જીવ જાતિ તથા ગાય, ભેસ, હાથી, ઘોડા, પક્ષી વગેરે ગતિ પ્રાપ્ત થાય છે.

તિર્યંન્વ ગતિના ઘોર દુ:ખ આ પ્રમાણે છે - છેદન ભેદન, ભુ:ખ પિયાસ, ભારવાહન હિમ આતપ ત્રાસ. વ્રધ, બંધન આદિક દુ:ખ ઘને, કોટિ જીભ તે જાત ન ભને.

(3) મનુષ્ય ગતિ : ત્રીજી ગતિ મનુષ્ય ગતિ હોય છે. જેની અંદર જીવ ઓછાથી ઓછા પાપ કરીને હંમેશા ધર્મ-ધ્યાનની અંદર જીવન પસાર કરે છે. તેને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે. સમુદ્રની અંદર ફેંકેલા મોતીને જેવી રીતે પ્રાપ્ત કરવો અઘરો છે તેવી રીતે આ મનુષ્ય જીવન પણ ખુબ જ દુર્લભ છે જેને પામવા માટે દેવતાઓ પણ તરસે છે.

(4) દેવ ગતિ : ચોથી ગતો દેવ ગતિ હોય છે. આ પૃથ્વીની ઉપર 16 સ્વર્ગ છે. જીવ પોતાના કર્મોને અનુસાર તે સ્વર્ગની અંદર ઓછી કે વધારે ઉંમર પ્રમાણ માટે જઈ શકે છે. આને મેળવવો ખુબ જ દુષ્કર છે. હંમેશા નિસ્વાર્થ ભાવથી સ્વહિત તેમજ પરહિત સાધવાવાળો જીવ જ દેવગતિની ઉચ્ચત્તમ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે.

આ રીત ઉપરોક્ત ચાર ગતિઓ ઉપરાંત 84 લાખ યોનીઓથી છુટકારો મેળવીને જ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે નહિતર નહિ. નહિતર માણસને આ જીવનમાં હંમેશા પાપ કાર્યોથી નિવૃત્ત રહીને તથા ધર્મ તેમજ સદકર્મોમાં પ્રવૃત્ત રહીને મોક્ષ નહિ તો ઓછામાં ઓછું સદગતિઓ તથા મનુષ્ય ગતિમાં આગલો જન્મ થાય આવા કાર્યો કરીને જીવનને સાર્થક કરવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati