Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરાણમાં કહ્યું છે કે-

પુરાણમાં કહ્યું છે કે-
W.D

ईष्टो यथात्मनो देहः सर्वेषां प्राणिनां तथा।
एवं ज्ञात्वा सदा कार्या सदा सर्वासु धारिणाम्‌ ॥

મને જેવી રીતે મારૂ શરીર પ્રત્યે પ્રેમ છે તેવી રીતે બધા જ પ્રાણીઓને પણ પોતાના શરીર પ્રત્યે પ્રેમ છે. તેવું જાણીને બધા જ પ્રાણીઓ પ્રત્યે દયા કરવી જોઈએ.

एषैव हि पराकाष्ठा धर्मस्योक्ता जिनाधिपैः।
दयारहितचित्तानां धर्मः स्वल्पोऽपि नेष्यते॥

જીનેન્દ્ર દેવે કહ્યું છે કે ધર્મની ચરમ સીમા છે દયા. જે માણસોમાં દયા નથી તેમની અંદર જરા પણ ધર્મ નથી.

सोऽर्थो धर्मेण यो युक्तो स धर्मो यो दयान्वितः।
सा दया निर्मला ज्ञेया मांसं यस्यां न भुज्यते॥

ધન તે જ છે જેમની સાથે ધર્મ છે. ધર્મ તે જ છે જેમની પાસે દયા છે. માંસ ન ખાવું જ નિર્મળ દયા છે.

લીલા ઘાસમાં પણ જીવ છે

રાજા ભરત જ્યારે દિગ્વિજય થઈને પાછા ફર્યા ત્યારે તેમણે વિચાર્યું કે બીજાના ઉપકાર માટે મારી સંપત્તિનો ઉપયોગ કેવી રીતે થાય? હું મહામહ નામનો યજ્ઞ કરીન ધન કેવી રીતે વહેંચુ? ઋષિઓ તો અમારી પાસેથી ધન લેતાં નથી એટલા માટે અમારે ગૃહસ્થીઓની પૂજા કરવી જોઈએ પરંતુ યોગ્ય લોકોની પસંદગી કરીને.

રાજા ભરતે ઉત્સવનો પ્રબંધ કર્યો. નાગરિકોને નિમંત્રણ આપ્યું અને સદાચારી લોકોની પરીક્ષા માટે પોતાના ઘરના આંગણમાં ફળ, ફૂલ અને અંકુર વગેરે ભરાવી દેવડાવ્યું.

જે લોકોએ કોઈ વ્રત નહોતું લીધું અને વગર વિચાર્યે રાજ મંદિરમાં ઘુસી ગયાં હતાં તેમને એક તરફ હટાવી દિધા.

થોડાક લોકો અંદર આવ્યા વિના ન પાછા ફરવા લાગ્યા. રાજાએ તેમને અંદર આવવાનો આગ્રહ કર્યો તો તેઓ પ્રાસુક માર્ગથી એટલે કે જીવ વિનાના માર્ગે થઈને અંદર આવ્યા. રાજાએ જ્યારે તેમને પુછ્યું કે તમે આંગણમાં થઈને અંદર કેમ ન આવ્યાં ત્યારે તેમણે જણાવ્યું કે આજે પર્વનો દિવસ છે. આજે કોઈ છોડ, પાન કે પુણ્યનો નાશ ન કરવો જોઈએ અને તેની અંદર રહેનારા જીવોનો પણ નાશ ન કરવો જોઈએ.

હે દેવ અમે સાંભળ્યું છે કે લીલા અંકુર વગેરેમાં અનન્ત નિગોદિયા જીવ, આંખોથી પણ ન જોઈ શકાય તેવા જીવ રહે છે. એટલા માટે અમે તમારા આંગણમાં થઈને ન આવ્યાં કેમકે તમારા આંગણમાં શોભા માટે જે ફળ, ફૂલ અને અંકુર વેરવામાં આવ્યાં છે તેમને અમારે કચડવા પડતાં જેથી કરીને ઘણાં જીવોની હત્યા થઈ જતી.

રાજા ભરત પર આ વચનોની ઉંડી અસર પડી. તેમણે આ ગૃહસ્થોને દાન, માન અને સત્કારની સાથે સન્માનિત કર્યાં.

Share this Story:

Follow Webdunia gujarati