Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પર્યુષણ : જૈન શાસનનું મહાપર્વ

પર્યુષણ : જૈન શાસનનું મહાપર્વ
શ્વેતાંબર જૈન સમાજ (મૂર્તિપુજક) માં પર્યુષણ મહાપર્વની શરૂઆત વિશેષ પૂજા-અર્ચના તેમજ સાજ-સજ્જા સાથે અને જુદા જુદા કાર્યક્રમો સાથે થઈ. મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓની લાઈન લાગેલી છે. કાર્યક્રમનો મોડી સાંજ સુધી ચાલ્યો.

આ અવસરે આઠ દિવસ સુધી સવાસ-સાંજ સામુહિક પ્રતિક્રમણ, ભક્તામર પાઠ તેમજ સ્નાત્ર પૂજા, બપોરે સ્વાધ્યાય તેમજ બાળકો માટે ભજન તેમજ દીપ સંધ્યા પ્રતિયોગીતા પણ હોય છે. દાદાવાડીમાં પ્રતિષ્ઠિત ગુરૂ ભગવંતોની સુંદર અંગરચનાની સાથે જ આખા પરિસરની આકર્ષક વિદ્યુત સજાવટ પણ કરવામાં આવે છે.

પર્યુષણ પર્વ દરમિયાન પ્રવચનમાં મુનિરાજે કહ્યું કે આ પર્વ માણસને ભાગવાન અને આત્માને પરમાત્મા બનાવે છે. સાધુ ભગવંતોની પ્રેરણા દ્વારા ગઈ કાલે કેટલાયે ભક્તોએ ચૌસઠ પ્રહરી પૌષધ તેમજ સામૂહિક અઠ્ઠાઈની તપસ્યાનો આરંભ કર્યો હતો. તેમણે તે વાત પણ કહી હતી કે આ મહાપર્વ દ્વારા દરરોજ દેવદર્શન, સામાયિક, પ્રતિક્રમણ તેમજ જીવમાત્રની પ્રતિદયાનો ભાવ રાખો. બાર વ્રતને ધારણ કરવાથી જીવનમાં નિર્મળતા આવી જાય છે અને ખરાબ કાર્યોથી બચી શકાય છે.

મુનિરાજે કહ્યું છે કે પર્યુષણ જૈનશાસનનું મહાપર્વ છે. જેની પાસે બીજાની ભુલને માફ કરવાની તાકાત છે તે જ સાચા અર્થમાં ધર્માત્મા બની શકે છે. પર્યુષણનો આરંભ બધા જ જીવોને જીવનદાન દેવાનો છે. આપણે આપણી શક્તિને નિર્બલને કચડવામાં માનીએ છીએ. પ્રકૃતિની વિરાધના કરીએ છીએ. આનાથી જ બધુ ચક્ર પ્રભાવિત થઈ રહ્યું છે. મનુષ્ય વનસ્પતિની સાથે સાથે જેટલો ક્રુરતાપુર્ણ વ્યવહાર કરે છે તેનાથી જીવન અશાંત તેમજ અનીતિપુર્ણ થઈ ગયું છે. ગુરૂવારથી સ્થાનકવાસી પણ પર્વની ઉજવણીની શરૂઆત કરી દેશે.

Share this Story:

Follow Webdunia gujarati