Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૈન ધર્મની મુખ્ય વાતો

જૈન ધર્મની મુખ્ય વાતો
W.D

જૈન તેમને કહે છે જેઓ જીનના અનુયાયી હોય. જીન શબ્દ બન્યો છે જી ધાતુથી. જી એટલે કે જેટલુ. જીન એટલે જેટલાવાળુ. જેમણે પોતાના મનને જીતી લીધુ તેમની વાણીને જીતી લીધી અને પોતાની કાયાને જીતી લીધી તે છે જીન. જૈન ધર્મ એટલે જે જીન ભગવાનનો ધર્મ.

જૈન ધર્મનો પરમ પવિત્ર અને મૂળ મંત્ર છે-

णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं॥

એટલે કે અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર અને બધા જ સાધુઓને નમસ્કાર આ પાંચ પરમેષ્ઠી છે.

તીર્થકર-

જ્યારે મનુષ્ય જ ઉન્નત્તિ કરીને પરમાત્મા બની જાય તો તે તીર્થકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો તીર્થકર કહેવાય છે ઘાટને, કિનારાને તો ધર્મ તીર્થનું પ્રવર્તન કરનારા તીર્થકર કહેવાય છે. જ્યારે કે અવતાર તો પરમાત્માના, ઈશ્વરના પ્રતિક રૂપ માનવામાં આવે છે જે સમયે સમયે તેમના રૂપમાં જન્મ લે છે.

જૈઅન ધર્મ અનુસાર 24 તીર્થકર છે. પહેલાં તીર્થકર ઋષભનાથજી છે તો ચોવીસમા મહવીર સ્વામી. ઋષભનાથને આદિનાથ, પુષ્પદંતને સુવિધિનાથ અને મહાવીરને વર્દ્ધમાન, વીર, અતિવીર અને સન્મનિત પણ કહેવાય છે.

Share this Story:

Follow Webdunia gujarati