Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૈન આચાર્યોના ઉપદેશ

જૈન આચાર્યોના ઉપદેશ
N.D

તે જ આત્મા : તે જ પરમાત્મા

सदाशिवः परब्रह्म सिद्धात्मा तथतेति च।
शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः॥

સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધ, આત્મા બધા જ શબ્દો દ્વારા તે એક જ પરમાત્માનું નામ લેવામાં આવે છે. શબ્દ ભેદ હોવા છતાં પણ અર્થની દ્રષ્ટિએ તે એક જ છે.

सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रितः।
जितेन्द्रिया चितक्रोधा दुर्गाण्यतितरन्ति ते

ઈંદ્રિયો તેમજ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનારો જે ગૃહસ્થ કોઈ એક દેવને આશ્રિત ન કરીને બધા જ દેવોને આદરપૂર્વક નમસ્કાર કરે છે તે સંસારરૂપી દુર્ગોને પાર કરી લે છે.

મુક્ત કોણ થાય છે ?

णिद्दंडो णिद्द्वंद्वों णिम्ममो णिक्कलो णिरालंबो।
णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा

જે મન,વચન અને કાયાના દંડોથી રહિત છે, દરેક પ્રકારના દ્વંદથી, સંઘર્ષથી મુક્ત છે, જેને કોઈ પણ વસ્તુની ક્ષમતા નથી, જે શરીર રહિત છે, જે કોઈના સહારે નથી રહેતો, જેમાં કોઈની પ્રત્યે પણ રાગ નથી, દ્વેષ નથી, જેની અંદર મુઢતા નથી, ભય નથી તે જ છે- મુક્ત આત્મા.

णवि दुक्खं णवि सुक्खं णवि पीडा णेव विज्जदे बाहा।
णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं

જ્યાં દુ:ખ નથી, સુખ નથી,પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી તે જ નિર્વાણ છે.

णवि इन्दियउवसग्गा णवि मोहो विम्हियो ण णिद्दा य।
ण य तिण्हा णेव छूहा तत्थेव य होइ णिव्वाणं

જ્યાં ઈંદ્રિયો નથી, ઉપસર્ગ નથી, મોહ નથી, આશ્ચર્ય નથી, નિંદ્રા નથી, તરસ નથી, ભુખ નથી તે જ નિર્વાણ છે.

શીલ જ મુક્તિનું સાધ

सीलं तवो विसुद्धं दंसणसुद्धीय णाणसुद्धीय।
सीलं विसयाण अरी सीलं मोक्खस्स सोवाणं

શીલ જ વિશુદ્ધ તપ છે. શીલ જ દર્શન-વિશુદ્ધિ છે. શીલ જ જ્ઞાન-બુદ્ધિ છે. શીલ જ વિષયોનો શત્રુ છે. શીલ જ મોક્ષની સીડી છે.

जीवदया दम सच्चं अचोरियं बंभचेरसंतोसे।
समद्दंसणणाणे तओ य सीलस्स परिवारो

જીવો પર દયા કરવી, ઈંદ્રિયોને વશમાં કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, સંતોષ ધારણા કરવી, સમ્યક દર્શન, જ્ઞાન અને તપ આ બધા શીલના પરિવાર છે.

सीयल मोटो सर्व वरत में, ते भाष्यो छै श्री भगवंत रे।
ज्यां समकित सहीत वरत पालीयो, त्यां कीयो संसारनों अंत रे॥

જીનેશ્વર ભગાવેન કહ્યું છે કે શીલ સૌથી મોટુ વ્રત છે. જેમણે સમ્યક્ત્વની સાથે શીલ વ્રતને પાળ્યું, તેમણે સંસારનો અંત કરી દિધો.

શ્રાવકના આચાર

मद्यमांसमधुत्यागैः सहाणु व्रतपंचकम्‌।
अष्टौ मूलगुणानाहुर्गृहिणां श्रमणोत्तमाः

શ્રાવકના આઠ ગુણ છે- મદ્યનો દારૂનો ત્યાગ, માંસનો ત્યાગ, મધુનો ત્યાગ, હિંસાનો ત્યાગ, અસત્યનો ત્યાગ, ચોરીનો ત્યાગ, કુશીલનો અભ્રહ્મચર્યનો ત્યાગ તેમજ પરિગ્રહનો ત્યાગ.

जूयं मज्जं मंसं वेसा पारद्धि-चोर-परयारं।
दुग्गइ गमणस्सेदाणि हेउभूदाणि पावाणी

શ્રાવકે આ સાત વ્યસનને છોડી દેવા જોઈએ- જુગાર, શરાબ, માંસ, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીનું સેવન. આ પાપને લીધે દુર્ગતિ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati