Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વની અદ્વીતીય રચના નૈનોદમાં બનશે

વિશ્વની અદ્વીતીય રચના નૈનોદમાં બનશે
N.D

મધ્યપ્રદેશના ઈંદોરથી થોડેક દૂર આવેલ ગોમ્મટગીરી તીર્થેક્ષેત્રની નજીક નૈનોદમાં કરોડોના ખર્ચે બનવા જઈ રહેલ વિશ્વની અદ્વીતીય રચના ઢાઈ દ્વીપ જીનાયતન (જૈન મંદિર)નો ભવ્ય સમારોહની સાથે ભૂમિપૂજન પણ થયું હતું. અહીંયા ગુરૂદેવ કાનજી સ્વામીની 19 ફૂટ ઉંચી મૂર્તિ લગાવવામાં આવશે. આ પહેલાં વિશાળ સ્વર્ણ રથયાત્રા પણ કાઢવાઆં આવી હતી.

આ તીર્થધામ સમગ્ર જૈન સમાજની એકતાને કાયમ રાખવા માટે સશક્ત કેન્દ્રનું કાર્ય કરશે. ગુરૂદેવે ભગવાન જુઓ અને ભગવાનને જોવાનો માર્ગ બતાવ્યો છે. આ જ માર્ગનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ આ જૈનાલયની રચના કરવામાં આવી રહી છે. આ સંકલ્પનો શિલાલેખ પણ અહીંયાના રીત-રિવાજ મુજબ લગાવવામાં આવશે.

મુખ્ય અતિથિએ કહ્યું કે જૈન ભૂગોળના હિસાબથી બનાવવામાં આવી રહેલ વિશ્વની આ અદ્વીતીય રચના સાંસ્કૃતિક સમંવયનું પ્રમુખ કેન્દ્ર તો બનશે જ પણ સાથે સાથે જૈન ભુગોળ તેમજ શોધકર્તા માટે પણ ખાસ ઉપયોગી બનશે. આનાથી ફક્ત ગોમ્મટગીરી તીર્થસ્થળને જ બળ નહિ મળે પરંતુ સમસ્ત દિગંબર સમાજમાં એકતા સ્થાપિત થશે.

Share this Story:

Follow Webdunia gujarati