Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિગ્ગજ કંપની એપ્પલને 13 વર્ષમાં પ્રથમવાર લાગ્યો ઝટકો

દિગ્ગજ કંપની એપ્પલને 13 વર્ષમાં પ્રથમવાર લાગ્યો ઝટકો
નવી દિલ્લી. , બુધવાર, 27 એપ્રિલ 2016 (12:08 IST)
ગેજેટની દુનિયાની દિગ્ગજ કંપની એપ્પલને વીતેલા 13 વર્ષોમાં પહેલીવાર ઝટકો લાગ્યો. મંગળવારે રજુ થયેલ બીજી ત્રિમાસિકના આંકડા મુજબ કંપનીની કુલ કમાણીમાં 13 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.  તેના કારણે ચીનમાં કંપનીના પ્રદર્શન અને આઈફોનની વેચાણને લઈને અતિઆત્મવિશ્વાસને કારણ માનવામાં આવી રહ્યુ છે. જ્યારે કે આઈફોનના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. 
 
દુનિયામાં હવે લોકો આઈફોન વધુ ખરીદી રહ્યા નથી. એપ્પલની રિપોર્ટ મુજબ આઈફોનની શિપમેંટ ગયા વર્ષના   61 મિલિયનથી આ વર્ષે 50 મિલિયન પર આવી ગઈ છે. એક્સપર્ટ મુજબ સપ્ટેમ્બરમાં બીજા આઈફોનની રજૂઆત સાથે કંપનીના નફામાં વધારો થઈ શકે છે. 
 
રિપોર્ટ મુજબ ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં એપલે 58 અરબ ડૉલરનું વેચાણ કર્યુ હતુ જે આ વર્ષે ઘટીને 50 અરબ ડૉલર રહી ગયુ છે. એપ્પલના વેચાણમાં 2003 પછી પહેલીવાર ઘટાડો નોંધાયો છે.  આ ત્રિમાસિકમાં એપ્પલે પાંચ કરોડ 12 લાખ આઈફોન વેચ્યા. જ્યારે કે 2015માં આ સમયગાળામાં કંપનીએ છ કરોડ 12 લાખ આઈફોન વેચ્યા હતા. 
 
આ દરમિયાન ચીનમાં આઈફોનના વેચાણમાં 26 ટકાનો ઘટાડો આવ્યો. ડૉલરના મજબૂત થવાને કારણે પણ આ પરિણામો પર અસર પડી છે. આ પરિણામોને અસર એપ્પલના શેર પર પણ જોવા મળી. એપ્પલના શેરમાં છેલ્લા એક વર્ષમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે.  જોકે કંપનીના સીઈઓ ટિમ કુકે કહ્યુ છે કે મોટી અર્થવ્યવસ્થાઓ સંકટમાં આવ્યા પછી પણ કંપનીએ સારુ પ્રદર્શન કર્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈશરત જહા કેસમાં પી.પી. પાન્ડેને પોલીસવડા બનાવતા વિરોધ