Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કટ્ટરવાદને પ્રમોટ કરનારા અઢી લાખ એકાઉંટ ટ્વિટરે બંધ કર્યા

કટ્ટરવાદને પ્રમોટ કરનારા અઢી લાખ એકાઉંટ ટ્વિટરે બંધ કર્યા
, શનિવાર, 20 ઑગસ્ટ 2016 (13:50 IST)
સોશ્યલ મીડીયાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહેલા ત્રાસવાદી આકાઓ માટે માઠા સમાચાર છે. અંગ્રેજી અખબાર ડેઇલી મેલના જણાવ્યા પ્રમાણે સોશ્યલ મીડીયા સાઇટ ટ્વિટરે આતંક વિરૂધ્ધ આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં મોટી કાર્યવાહી કરી છે. ટ્વિટરે છેલ્લા છ મહિનામાં લગભગ અઢી લાખથી વધુ ટ્વિટર એકાઉન્ટ ઉપર પ્રહાર કરીને આ એકાઉન્ટના કન્ટેન્ટ પોલીસીની વિરૂધ્ધ હોવાનુ જણાવીને તેને બંધ કરી દીધા છે.
 
   ટ્વિટરના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બધા એકાઉન્ટ ઉપર કોઇને કોઇ પ્રકારે ત્રાસવાદને પ્રોત્સાહન આપવાના ટ્વિટ કરવામાં આવતા હતા તો તેના ઉપર ભડકાઉ તસ્વીરો, વિડીયો અને ત્રાસવાદ સાથે જોડાયેલી માહિતીઓને પ્રોત્સાહન અપાતુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, અમે સ્પેમ ફાઇટીંગ ટેકનોલોજીની મદદથી ત્રાસવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહેલ આ એકાઉન્ટની ઓળખ કરી હતી અને તે પછી આ એકાઉન્ટને ટ્રેસ કરી ડીએકટીવેટ કરી દીધા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદીના સૂટને ગ્રીનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ