Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsapp કોલને કેવી રીતે Android પર રેકોર્ડ કરી શકાય ? જાણો

Whatsapp કોલને કેવી રીતે Android  પર રેકોર્ડ કરી શકાય ? જાણો
, મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (18:42 IST)
આમ તો વોટ્સએપ વિશે વધુ બતાવવાની જરૂર નથી. પણ આજે વોટ્સએપ સૌથી બેસ્ટ તરત જ મેસેજ કરવાનો બેસ્ટ એપ છે.   જેનો ઉપયોગ લગભગ બધા જ લોકો કરે છે.   અને હવે તો જે લોકો ઈંટરનેટ નહોતા વાપરતા તેઓ પણ વોટ્સએપનો ઉપયોગ કરવા માડ્યા છે.  એટલે કે વડીલ વર્ગ પણ આમા સામેલ થઈ ગયો છે.   તો તમે અંદજ લગાવી શકો છો કે વોટ્સએપ વધુ ફેમસ થઈ ગયુ છે.  પહેલા આપણે વોટ્સએપ દ્વારા ફક્ત મેસેજીંગ જ કરી શકતા હતા. પણ પછી તેમા કોલ કરવાનુ ઓપ્શન પણ આપવામાં આવ્યુ. અને હવે તો તમે વોટ્સએપ પર વીડિયો કોલ પણ કરી શકો છો. 
 
કેવી રીતે રેકોર્ડ કરશો વોટ્સએપ કોલ 
 
વોટ્સએપ તો સૌ કોઈ વાપરતુ જ હોય છે. અને વોટ્સએપ કોલ પણ કરતા હોય છે.  કારણ કે વોટ્સએપ પર તમે ફ્રીમાં કોલ કરી શકો છો.  વોટ્સએપ ઈંટરનેટ દ્વારા ચાલે છે એટલે ઈંટરનેટ પરથી કોલ કરવાથી તમારા પૈસા નથી કપાતા.  પણ શુ તમે ઈચ્છો છો કે તમારો વોટ્સએપ કોલ તમે રેકોર્ડ કરી શકો ? શુ તમારા મગજમાં આ પ્રશ્ન આવ્યો છે.  જો હા તો આજે અમે તમને બતાવીશુ કેવી રીતે વોટ્સએપ કોલ તમે રેકોર્ડ કરી શકો છો. 
 
વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાની 2 સહેલી ટિપ્સ 
 
વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરો. આ ઉપરાંત તમારે તમારો એંડ્રોયડ ફોન ને રૂટ કરવાની જરૂર પણ નહી પડે.  અહી જણાવેલ ટિપ્સથી તમે કોઈપણ એંડ્રોયડ મોબાઈલ મા વોટ્સએપ પર કોલ રેકોર્ડ કરી શકો છો. 
 
- સૌ પહેલા તમે તમારા ફોનમાં વોટ્સએપ કોલ રેકોર્ડર app  file ડાઉનલોડ કરીને ઈંસ્ટોલ કરો
- ડાઉનલોડ કરીને નોર્મલ app ની જેમ ઈંસ્ટોલ કરી લો.  ત્યારબાદ appને ઓપન કરી લો. 
- હવે તમને આ appમાં કેટલાક ઓપ્શન દેખાશે. કોલ રેકોર્ડ કરવા માટે તમારે બસ રેડ બટન પર ક્લિક કરવાનુ છે 
-  જ્યારે તમે કોઈને પણ કોલ કરશો તો કોલ કનેક્ટ કર્યા પછી સિમ્પલી રેડ બટન ક્લીક કરવાનુ છે.. આવુ કરવાથી રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે. 
- રેકોર્ડિંગ રોકવા કે બંધ કરવા માટે સ્ક્વેર બટન પર ક્લિક કરવાનુ છે.  અને રેકોર્ડિગ પ્લે કરવા માટે પ્લે બટન પર ક્લિક કરવાનુ છે. 
- તમે બધા રેકોર્ડિગ ફાઈલ મેનેજર પરથી Amazing_AVR ફોલ્ડરમા જોઈ શકો છો. 
 
2.  રેકોર્ડ વોટ્સએપ કોલ વિથ રિઇયલ કોલ રેકોર્ડર 
 
- સૌ પહેલા પ્લે સ્ટોરમાથી Real Call recorder install  કરીને ઓપન કરો 
-  Menu મા Whatsapp Find કરો અને તેને સિલેક્ટ કરો 
- હવે તમારી રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. 
- હવે તમે વોટ્સએપ કોલ કરો 
- જેવી તમારી કોલ કનેક્ટ થશે રેકોર્ડિગ્ન ચાલુ થઈ જશે. 
- અને જેવી કોલ બંધ થઈ જશે કે કે તમારી રેકોર્ડિંગ સેવ થઈ જશે.  જે તમને notification bar મા દેખાશે 
- તમે આ રેકોર્ડિંગ  Real Call Recorder appમા જઈને જોઈ શકો છો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની મેટ્રોનું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા ચોરોએ કળા કરી