Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UIMI ટેકનોલોજીએ લોન્ચ કર્યો સોલર પાવરબૈક, કિમંત ફક્ત 599 રૂપિયા

UIMI ટેકનોલોજીએ લોન્ચ કર્યો સોલર પાવરબૈક, કિમંત ફક્ત 599 રૂપિયા
નવી દિલ્હી. , સોમવાર, 10 એપ્રિલ 2017 (10:21 IST)
UIMI ટેકનોલોજીએ સૌર ઉર્જાથી ચાર્જ થવા લાયક નાનકડો પાવરબૈક લોંચ કર્યો છે. તેમા વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ જેવા અનેક આકર્ષક ફીચર્સ છે અને તેમા સૌર ઉર્જા અને વીજળીથી ચાર્જ કરવાની સુવિદ્યા છે.  કંપની દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ મિની પાવરબૈક તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે પૂરતો છે. કંપનીએ આની કિમંત ફક્ત 599 રૂપિયા નક્કી કરી છે. 
 
UIMI એ યૂ3 સોલર પાવરબેક પછી તેનુ નાનકડુ સંસ્કરણ UIMI યૂ3 મિની પાવરબૈક લોંચ કર્યુ. UIMI યૂ3ની જેમ આ પણ વીજળી સાથે સોલર એનર્જીથી અર્થાત સૂરજની રોશનીથી પણ ચાર્જ કરી શકાય છે અને તેમા ટોર્ચ પેનલ પણ રહેલ છે. 150 ગ્રામ વજનવાળા આ પાવરબૈક ખૂબ જ હલકુ છે અને તેનો નાનો અને પાતળો આકાર તેને આકર્ષક બનાવે છે. 
 
UIMI ટેકનોલીજીજ પ્રાઈવેટ લિમિટેડના માર્કેટિંગ મેનેજર અભિનય પ્રતાપ સિંહે કહ્યુ કે UIMI યૂ3 મિની રબર અને પ્લાસ્ટિક ફિનિશ મટીરિયલથી બનેલ છે. જે તેને વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ  બનાવવા સાથે મજબૂતી પણ આપે છે. 4000mAh ક્ષમતાવાળા આ પાવરબેક ઓવરહીટિંગ વગર કોઈપણ ફોનને 1-2 વાર ચાર્જ કરી શકે છે. તેમા બેટરી ઈંડિકેટર લાઈટ્સ પણ છે જે બચેલી ઉર્જા અને ચાર્જિંગ પ્રક્રિયાને દર્શાવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ-કાશ્મીરની શ્રીનગર લોકસભાની પેટાચૂંટણીમાં માત્ર 6,5 ટકા મતદાન, હિંસક ઘટનામાં છ લોકોના મોત