Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE - 1 એપ્રિલથી ટૈરિફ પછી પણ વૉયસ કૉલ અને રોમિંગ ફ્રી રહેશે - મુકેશ

LIVE - 1 એપ્રિલથી ટૈરિફ પછી પણ વૉયસ કૉલ અને રોમિંગ ફ્રી રહેશે - મુકેશ
મુંબઈ. , મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (14:11 IST)
મુકેશ અંબાણીએ મંગળવારે રિલાયંસ જિયોને લઈને મુખ્ય એલાન કર્યા. તેમણે જણાવ્યુ કે ખૂબ ઝડપથી કસ્ટમર્સ જિયો સાથે જોડાયા. કસ્ટમર્સને અનેક રેકોર્ડ્સ બનાવ્યા. ગયા મહિને જિયો યૂઝર્સે 100 કરોડ ગીગાબાઈટ્સ ડેટા યૂઝ કર્યો. ભારત મોબાઈલ ડેટા યૂઝ કરવામાં દુનિયામાં નંબર વન છે. ઉલ્લેખનીય છે કે મુકેશે ગયા વર્ષે એક સપ્ટેમ્બરના રોજ રિલાયંસ જિયોની 4G સર્વિસ લોંચ કરી હતી. મુકેશ અંબાણીના સ્પીચની મુખ્ય વાતો.. 

- - 1 માર્ચથી જિયો પ્રાઈમ મેંમરશિપ પ્લાન 
- મુકેશે 1 માર્ચથી જિયો પ્રાઈમ મેંબરશિપ પ્લાનનુ એલાન કર્યુ 
- તેમણે જણાવ્યુ કે 99 રૂપિયામાં એક વર્ષ માટે જિયો પ્રાઈમ મેંબરશિપ આપવામાં આવશે. પ્રાઈમ મેંબર્સ માટે 303 રૂનો પ્લાન આપવામાં આવશે. 
-પ્રાઈમ મેંબર્સને જિયો મીડિયા બુકે મળશે. તેમને એક વર્ષ માટે અને ન્યૂ ઈયર ઓફર મતલબ ફ્રી સર્વિસ મળશે
- જિયોનો વાયદો છે કે દેશમાં કોઈપણ નેટવર્ક પર વોઇસકોલિંગ ફ્રી રહેશે અને રોમિંગનો ચાર્જ નહીં લાગે.
-  31 માર્ચ, 2017 સુધી જિયોના હેપી ન્યૂ યર ઓફર અંતર્ગત અનલિમિટેડ ડેટા મળી રહ્યો છે પણ 1 એપ્રિલથી કસ્ટમ ટેરિફ પ્લાન ઓફર કરવામાં આવશે.
-  જિયો અન્ય નેટવર્કના ટેરિફ પ્લાનથી સસ્તા અને સારા પ્લાન લાવશે. જિયો બીજા નેટવર્ક સાથેના કોમ્પિટિટીવ પ્લાન આપશે અને સાથે 20 ટકા એકસ્ટ્રા ડેટા પણ આપશે.
-  અત્યાર સુધી જિયો સાથે જોડાનાર ગ્રાહકો અને 31 માર્ચ, 2017 પહેલાં જિયો સાથે જોડાનાર નવા યુઝર માત્ર 99 રૂ.માં જિયો પ્રાઇમ મેમ્બરશિપ લઈ શકે છે.
-  જિયો પ્રાઇમ મેમ્બર્સને 31 માર્ચ, 2018 સુધી જિયોના હેપી ન્યૂ યર અનલિમિટેડ પ્લાનના ફાયદા મળતા રહેશે એટલે કે તેમને અનલિમિટેડ ડેટા મળતો રહેશે. જોકે આના માટે માત્ર 303 રૂ. ચૂકવવા પડશે.
- My Jio App, વેબસાઇટ અથવા સ્ટોર મારફતે મેમ્બરશિપ લઈ શકાય છે. જિયો પ્રાઇમ મેમ્બર્સને સમયાંતરે નવીનવી ઓફર્સ મળતી રહેશે. આ ઓફર્સ My Jio એપ મારફતે મળશે.
- જિયો પ્રાઇમ મેમ્બર્સને 10000 રૂ.ની વાર્ષિક વેલ્યૂવાળી જિયોની ડિજિટલ કન્ટેટની મેમ્બરશિપ 31 માર્ચ, 2018 સુધી ફ્રી મળશે.
- ફક્ત 6 મહિનામાં ભારત અને ભારતીયોને સાબિત કરી દીધુ કે તેઓ દુનિયાના કોઈપણ દેશની તુલનામાં ઝડપી અને વધુ ડેટા યૂઝ કરી શકે છે. 
- કસ્ટમર્સનો ખૂબ ખૂબ આભાર 
- જિયો થી દર મિનિટ 2 કરોડ વૉયસ કૉલ કરવામાં આવ્યા 
- રિલાયંસ જિયો કસ્ટમર્સની સંખ્યા 10 કરોડથી વધુ પહોંચી ચુકી છે. 
- રિલાયંસ જિયો ડેટા ઉપયોગમાં દુનિયામાં નંબર વન બની ગયુ છે. 
- એપ્રિલથી જિયો ટૈરિફ પ્લાનની શરૂઆત કરશે. ટૈરિફ પછી પણ વોયસ કોલ અને રોમિંગ ફ્રી રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, પારો 50 સુધી પહોંચવાની શક્યતા