Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિલાયંસ જિયોએ મંગળવારે પોતાના યૂઝર્સ માટે 'ધન ધના ધન' ઓફર લોંચ કરી છે.

રિલાયંસ જિયોએ મંગળવારે પોતાના યૂઝર્સ માટે 'ધન ધના ધન' ઓફર લોંચ કરી છે.
, બુધવાર, 12 એપ્રિલ 2017 (12:05 IST)
રિલાયંસ જિયોએ મંગળવારે પોતાના યૂઝર્સ માટે ધન ધના ધન ઓફર લોંચ કરી છે. આ નવી ઓફર હેઠક કંપની યૂઝર્સને 309 રૂપિયામાં 3 મહિના સુધી અનલિમિટેડ ડેટા, કૉલ અને એસએએસ સર્વિસ ફ્રી આપી રહ્યા છે. આ પ્લાનમાં દર રોજ 1 જીબી ડેટા મળશે અને તેની વેલિડિટી 84 દિવસ રહેશે. 
 
આ ઉપરાંત એક અન્ય પ્લાન પણ છે જેમા 509 રૂપિયા આપવા પડશે અને તેમા યૂઝર્સને રોજ 2 જીબી ડેટા મળશે. તેની વેલિડીટી પણ 84 દિવસની રહેશે. 
 
આ બંને પ્લાન જિયો પ્રાઈમ મેંબર્સ માટે એક્સક્લૂસિવ રહેશે.  જો કે આ નવી ઓફર તેમને નહી મળે જેણે 'સમર સરપ્રાઈઝ' ઓફર લઈ રાખી છે. નોન પ્રાઈમ યૂઝર્સ માટે દરરોજ 1 જીબી ડેટા પ્લાનની કિમંત 408 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે કે 2 જીબી રોજ ડેટાની ડિમાંડ કરનારા યૂઝર્સને 608 રૂપિયા આપવા પડશે. 
 
જિયોએ આ ઓફર 11 એપ્રિલના રોજ સમર સરપ્રાઈઝ ઓફરને પરત લીધા પછી લોન્ચ કરી. કંપનીએ આ વિશે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન પણ રજુ કર્યુ છે. 
 
ફેબ્રુઆરીમાં આ વર્ષે રિલાયંસ ચેયરમેન મુકેશ અંબાનીને જિયો પ્રાઈમ મેંબરશિપ વિશે જાહેરાત કરી હતી. તેની વન ટાઈમ સબ્સક્રિપ્શન ફી 99 રૂપિયા રાખી હતી. આ પ્રાઈમ મેંબરશિપ એક વર્ષ માટે અવેલેબર હતી. તેમા કસ્ટમર્સને 149 રૂપિયાથી શરૂ થનારા વિવિધ પ્રકારના પ્લાન પસંદ કરવાની સુવિદ્યા આપવામાં આવી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દમણને ગુજરાત સાથે જોડી દેવું જોઈએ, દારૂબંઘીને લઈ હાઈકોર્ટ ખફા