Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Twitter એકાઉંટ બનાવવા અને delete કરવા માટે ટિપ્સ

Twitter એકાઉંટ બનાવવા અને delete કરવા માટે ટિપ્સ
, ગુરુવાર, 13 એપ્રિલ 2017 (17:38 IST)
140 અક્ષરવાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે તો તમે જાણતા જ હશો. જી હા તમે સારી રીતે ઓળખી ગયા . અમે વાત કરી રહ્યા છે ટ્વિટરની.. ટ્વિટર ઓછી શબ્દોમાં પોતાની વાત કે વિચાર રાખવાના સારુ માધ્યમ છે. દરેક ક્ષેત્રના નામી લોકો તેના દ્વારા પોતાના પ્રશંસકોથી પણ જોડાય છે. ફેસબુકની જેમ ટ્વિટર પણ ઘણી હદ સુધી ઈંટરનેટ પર તમારી એક વર્ચુઅલ ઓળખ છે. 
 
ભારતમાં ટ્વિટર યૂઝરની સંખ્યામાં ઝડપથી  વધારો થઈ રહ્યો છે. શક્ય છેકે તમે ટ્વિટર પર હોય. જો નથી તો અમે તમને બતાવીશુ કે ટ્વિટર પર તમે તમારુ એકાઉંટ કેવી રીતે બનાવી શકો છો. એ પણ હોઈ શકે છે કે લાંબા સમયથી ટ્વિટરનો ઉપયોગ કરતા-કરતા તમે આ પ્રત્યે ઉદાસીન થઈ ગયા છો તો અમે તમને એકાઉંટ ડિલીટ કરવાની રીત પણ બતાવીશુ. 
 
વેબ પર ટ્વિટર એકાઉંટ બનાવવાની રીત - 
 
1. સૌ પહેલા http://twitter.com પર જાવ અને સાઈન અપ બોક્સ સુધી પહોંચો કે પછી તમે સીધા https://twitter.com/signup પર જઈ શકો છો. 
2. અહી તમારુ પુરૂ નામ, ફોન નંબર/ઈમેલ અને પાસવર્ડ બતાવો. 
3. ત્યારબાદ સાઈન અપ પર ક્લિક કરો. 
4. ફોન નંબરને વૈરીફાઈ કરવા માટે ટ્વિટર તરફથી તમને વૈરિફિકેશન કોડ એક એસએમએસ ટેકસ્ટ મેસેજમાં મોકલવામાં આવશે. પેજ પર દેખાય રહેલ બોક્સમાં વૈરિફિકેશન કોડ નાખો. 
5. તમે ચાહો તો ઈમેલ દ્વારા પણ સાઈન અપ કરી શકો છો. જો કે તમને આગળના પેજ પર ફરીથી મોબાઈલ નંબર પૂછવામાં આવશે. ત્યારબાદ અહી પણ એસએમએસ વૈરિફિકેશન કોડવાળી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 
6. હવે તમે જ્યારે ટ્વિટર માટે સ્સાઈન અપ કરી લીધુ છે તો તમે તમારી પસંદનું યૂઝરનેમ પસંદ કરી શકો છો. આમ તો ટ્વિટર પણ તમારા નામના આધાર પર કેટલાક યૂઝરનેમ તમને સુઝવશે. તમે ચાહો તો તેમાથી પણ કોઈ એક પસંદ કરી શકો છો.  એવુ પણ બની શકે છે કે તમારા દ્વારા લખેલા યૂઝરનેમ તૈયાર ન હોય આવામાં તમને જુદા જુદા યૂઝરનેમને લઈને તપાસ કરવી પડશે. 
7. આગળ જતા પહેલા તમારુ નામ, ફોન નંબર, પાસવર્ડ અને યૂઝરનેમને ફરીથી તપાસી લો. 
8. હવે તમે ક્રિએટ માય એકાઉંટ પર ક્લિ કરો. 
 
આ રીતે તમારુ ટ્વિટર એકાઉંટ બની જશે. 
 
શક્ય છે કે તમે અનેક દિવસોથી ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છો અને હવે તમારુ મન તેનો ઉપયોગ કરવામાં લાગતુ નથી તો તેમ તેને ડિલીટ પણ કરી શકો છો. ટ્વિટર એકાઉંટને ડિલીટ કરતા પહેલા તમે એક મુખ્ય વાત જાણી લો. તમે એકાઉંટને ડિએક્ટિવેટ કરી શકો છો.  ત્યારબાદ સ્થાઈ રૂપે ડિલીટ કરવા માટે ટ્વિટરને આવેદન જાય છે. ડિએક્ટિવેશન ફક્ત twitter.com દ્વારા જ કરી શકાય છે. આવુ એપ દ્વારા કરવુ શક્ય નથી. 
 
 
ટ્વિટર એકાઉંટને ડિએક્ટિવેટ કરવાની રીત 
 
1. સૌ પહેલા ટ્વિટર ડોટ કોમ પર સાઈન ઈન કરો. 
2. હવે એકાઉંટ સેટિંગ્સમાં જાવ અને ત્યારબાદ પેજના સૌથી નીચલા ભાગમાં ડિએક્ટિવેટ માય એકાઉંટ પર ક્લિક કરો. 
3. હવે એકાઉંટ ડિએક્ટિવેશન ઈંફોર્મેશનને વાંચો અને ફરી ડિએક્ટિવેટ માય એકાઉંટને ઓકે કરી દો. 
4. પૂછવામાં આવે તો પાસવર્ડ બતાવો. તેનાથી વેરિફાઈ થઈ જશે કે તમે એકાઉંટને ડિએક્ટિવેટ કરવા માંગો છો. 
 
ઉલ્લેખનીય છે કે ડિએક્ટિવેશનના કામ પછી ટ્વિટર યૂઝર ડેટાને 30 દિવસ સુધી જ પોતાની પાસે રાખે છે. ત્યારબાદ સિસ્ટમમાંથી એકાઉંટ ડિલિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.  કંપનીનુ કહેવુ છે કે આ પ્રક્રિયામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે.  તમે ચાહો તો 30 દિવસની અંદર ફરીથી લૉગ ઈન કરીને તમારા એકાઉંટને એક્ટિવ કરી શકો છો. 
 
આશા છે કે ઉપર આપેલી માહિતીના આધાર પર તમે ટ્વિટર સાથે જોડાયેલ તમારુ મનપસંદ કામ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જિયોના ધન ધના ધન ઑફરથી પણ નારાજ એયરટેલ