Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિલાયંસ જિયો નંબરનુ બેલેંસ આવી રીતે ચેક કરો

રિલાયંસ જિયો નંબરનુ બેલેંસ આવી રીતે ચેક કરો
, બુધવાર, 12 એપ્રિલ 2017 (19:36 IST)
1 એપ્રિલથી તમને રિલાયંસ જિયોની સેવાઓ માટે ચુકવણી કરવી પડશે. શક્ય છે કે તમારામાંથી વધુમાં વધુ લોકોએ અત્યાર સુધી પ્રીપેડ રીચર્જ કરાવી પણ લીધુ હશે. 1 એપ્રિલ પછી તમે જાણવા માંગશો કે બેલેંશ કેટલુ છે. હવે જ્યારે રિલાયંસ જિયો પર બધા વૉયસ કૉલ મફત છે. તો બેલેંસનો ઉપયોગ તમારા દ્વારા પસંદગી પામેલા ડેટા પ્લાનની ચુકવણી માટે હશે કે પછી વધુ ડેટા ખપત માટે. 
 
ભલે તમે જિયો પ્રાઈમ યૂઝર હોય કે નહી.. બેલેંસ ચેક કરવુ ખૂબ જ મહત્વનુ છે. જિયો વેબસાઈટના મુજબ તમે બે રીતે બેલેંસ તપાસી શકો છો. આ માટે ઈંટરનેટની જરૂર પડશે. અમે બંને રીતે ટેસ્ટિંગ કરી અને જોયુ કે આ ખૂબ જ કારગર છે. તમે આ રીતે તમારા બેલેંસની તપાસ કરી શકો છો. 
 
ફોન પર 
 
ફોન દ્વારા બેલેંસ તપાસવાની પ્રક્રિયા ખૂબ જ સહેલી છે. આવુ કરવામાં તમને એક મિનિટ પણ નહી લાગે... 
 
1. તમે તમારા જિયો કનેક્ટેડ ફોનમાં માય જિયો એપ લોન્ચ કરો. 
2. ત્યારબાદ માય જિયો સામે જોવા મળી રહેલ ઓપન પર ટૈપ કરો 
3. ત્યારબાદ Sign In**  પર ટૈપ કરો.  તમારે તમારુ યૂઝર નેમ (ફોન નંબર) અને પાસવર્ડ આપવો પડશે. કે પછી તમે સાઈન ઈન વિથ સિમને પસંદ કરી શકો છો. 
4. તમે ઉપર ડાબી તરફ જોવા મળી રહેલ ત્રણ લાઈનને ક્લિક કરી શકો છો.  ત્યારબાદ માય પ્લાન્સ પર ટૈપ કરો. 
5. બસ થઈ ગયુ. આ સ્ક્રીન પર તમને ડેટાનુ બેલેંસ અને સમયસીમા જોવા મળશે. 
 
આ સ્ક્રીન પર પ્રીપેડ ડેટા, વાઈ-ફાઈ ડેટા, એસએમએસ અને કૉલની વિગત હશે 
 
 
કમ્પ્યૂટર પર 
 
જો તમે જિયો ફોનમાં બેલેંસ ચેક નથી કરી શકતા. શક્ય ક હ્હે કે તમારો ડેટા કામ ન કરી રહ્યો હોય અને તમે બેલેંસ તપાસવા માંગો છો તો બીજી રીત પણ ખૂબ જ સહેલી છે. 
 
1. જિયો ડોટ કોમ પર જાવ 
2. તમારો ફોન નંબર અને પાસવર્ડ નાખીને સાઈનઈન કરો 
3. ત્યારબાદ માય પ્લાન્સ પર ક્લિક કરો. તમારા બેલેંસ અને અન્ય વિગતને તપાસો. 
 
 
તો આ રીતે તમે બેલેંસ તપાસી શકશો. કેટલીક વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે જિયો યૂઝર MBAL લખીને 55333 પર એસએમએસ લખીને 55333 પર એસએમએસ કરીને કે *333# પર ડાયલ કરીને બેલેંસ તપાસી શકો છો. જો કે અમે બંને જ રીત અપનાવી પણ ક્યારેય સફળ ન રહ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમાં હજારો ખેડૂતોનું આંદોલન, માંગ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે