તમને રિંગિગ બેલ્સનો ફ્રીડમ 251 સ્માર્ટફોન તો યાદ હશે. હવે એક એવો સ્માર્ટફોન પણ આવી રહ્યો છે જેની કિમંત ફક્ત 501 રૂપિયા રહેશે. ભારતમા જ બનનારા
C1 નામનો આ સ્માર્ટફોનનુ અસલ રોકાણ 7,999 રૂપિયા બતાવાય રહ્યુ છે પણ તેને 18 નવેમ્બરના રોજ એક ફ્લેશ સેલમાં ફક્ત 501 રૂપિયામાં વેચવવામાં આવશે. બે મહિના પહેલા પણ champ1india કંપનીએ આવા જ ફ્લેશ સેલની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ તેને ટાળવામાં આવી હતી.
આ ફોન મેળવવા માટે શુ કરવુ પડશે
કંપનીએ ફોન ખરીદનારાઓ માટે એક અનોખો ઓનલાઈન આઈડિયા શોધ્યો છે. તેમા કસ્ટમરને પહેલા 51 રૂપિયાનો ChampOne1 ક્લીન માસ્ટર મોબાઈલ એપ ખરીદવો પડશે. જેને 3 નવેમ્બરથી જ ખરીદી શકાય છે. ક્લીન માસ્ટર એપમા તમારી જરૂરી માહિતી નાખીને રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરો કરો અને Confirm Order પર ક્લિક કરો. ત્યારબાદ એક પેમેંટ વિંડો ઓપન થશે જેમા તમારો મોબાઈલ નંબર ઈમેલ નાખ્યા પછી ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઈંટરનેટ બૈકિંગ/વોલેટ દ્વારા 51 રૂપિયાનુ પેમેંટ કરવુ પડશે.
કંપનીના મુજબ ફક્ત આવુ કરનારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર કી ફ્લેશ સેલમાં ફોન ખરીદી શકશે બીજા કોઈપણ પ્રી-બુકિંગ ઓર્ડર નહી લેવામાં આવે. 51 રૂપિયા ખર્ચ કરીને કસ્ટમર સેલમાં ભાગ લેવા માટે યોગ્ય થઈ જશો. ફર્સ્ટ સ્ટેપમાં 51 રૂપિયાનો ખર્ચ ChampOne ક્લીન માસ્ટર એપ ડાઉનલોડ કરવા માટે લેવામાં આવશે. 501 રૂપિયામાં આ પૈસા નહી જોડાય. જો કસ્ટમર 18 તારીખની ફ્લૈશ સેલમાં ફોન ખરીદવામાં સફળ થઈ જાય છે તો 501 રૂપિયાનો આ ફોન ફક્ત કેશ ઓન ડિલિવરી પર જ આપવામાં આવશે.
ફોનના ફીચર્સની વાત - તેમા 5 ઈંચની એચડી ડિસ્પ્લે, 1.3 ગીગાહર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવે છે. ફોનમાં 2 જીબીની રૈમ અને 16 જીબીની ઈંટરનલ મેમોરી આપવામાં આવી છે. ફોનનો રિયર કૈમરા 8 મેગાપિક્સલ અને ફ્રંટ કેમરા 5 મેગાપિક્સલ રહેશે. આ ઉપરાંત ફોનમાં 2500 એમએએચની બેટલી લાગેલી છે. એટલુ જ નહી ચૈમ્પ સી એલટીઈ અનેબલ ડુઅલ સિમ સ્માર્ટફોન છે અને તેની સૌથી ખાસ વાત એ છે કે તેમા એક ફિંગરપ્રિંટ સ્કૈનર પણ આપવામાં આવ્યુ છે.