Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વોટ્સએપ ફેસબુક પર આપવો પડી શકે છે ચાર્જ

વોટ્સએપ ફેસબુક પર આપવો પડી શકે છે ચાર્જ
નવી દિલ્હી , મંગળવાર, 31 માર્ચ 2015 (10:50 IST)
તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરતા હતા. જેના તમને અલગથી પૈસા નહી આપવા પડતા હતા. પણ શબ્દ જ તમારા વોટ્સએપ, ફેસબુક, જી-મેલ કે ઓનલાએન શૉપિંગ સાઈટ્સ માટે લગથી નેટ પ્લાન લેવો પડી શકે છે. ટેલીકોમ કંપનીઓને નેટ ન્યૂટ્રેલિટીનો હવાલો આપતા આવી જ માંગ કરે છે. દૂરસંચાર નિયામક પ્રાધિકરણ મતલબ ટ્રાઈના કંપનીઓને 24 એપ્રિલ અને સામાન્ય લોકોને 8 મે સુધી સલાહ માંગી છે. તેના વિરોધમાં સોશિયલ મીડિયા પર 3 દિવસમાં 75 હજાર લોકો ઓનલાઈન હસ્તાક્ષર કરી ચુક્યા છે. તમે પણ ટ્રાઈને  [email protected] ઈ-મેલ પર પોતાનો વિરોધ નોંધાવી શકો છો. 
 
લાગુ થશે તો એક્સેસ ચાર્જ જ 400 રૂપિયા 
 
ન્યૂટ્રેલિટી ગ્રુપના મુજબ એફબી, ગૂગલના 30-30 વોટ્સપેઅને 75, ફ્લિપકાર્ડ અમેજનના 50-50, ન્યૂઝ એપના 10 રૂપિયા બેસિક ચાર્જ રહેશે. 
 
નવી વ્યવસ્થા પ્રી-પેડ અને પોસ્ટ પેડ બંને પર લાગૂ થશે. હાલ ઈંટરનેટની તમામ સર્વિસેઝ માટે એક જ પૈક અને પ્લાન મળે છે. 
આ 4 કારણોથી સરકારને પણ આપત્તિ 
 
1. સરકારી વિભાગો અને મંત્રાલયોના વોટ્સએપ નંબર લોકોમાં લોકપ્રિય છે. સરકાર પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ 
2. એક જ પૈકમાં ઈંટરનેટ એક્સેસ અને ડાઉનલોડ અપલોડની સુવિદ્યા મળવાથી દરેક સર્વિસનો ઉપયોગ સહેલાઈથી થઈ જાય છે. 
3. એક મુદ્દા પર જુદા જુદા સમુહોના લોકો તરત જ સંવાદ કરી શકે છે. જુદો ચાર્જ લાગતા આ સંવાત ખતમ થશે. 
4. જ્યારે એક જ નેટ પેકમાં બધી સેવાઓ મળી રહી છે તો એક જ સેવા માટે બે વાર જદો ચાર્જ આપવો એમા કોઈ તર્ક નથી. 
 
નેટ ન્યૂટ્રેલિટી પર દુનિયાભરમાં ચર્ચા ચાલુ છે 
 
શુ છે ન્યૂટ્રેલિટી - અમે જે પણ નેટ બેસ્ટ સર્વિસ કે એપ્પ લઈએ તે અમને દરેક સર્વિસ પ્રોવાઈડરથી એક જેવી સ્પીડ અને એક જ ભાવ પર મળે. 
 
દેશમાં આ રીતે ઉઠ્યો મુદ્દો 
 
તાજેતરમાં એયરટેલે ફેસબુક-વોટ્સએપ માટે જુદા જુદા પ્લાન આપ્યા હતા. પણ વિરોધ પછી પરત લેવા પડ્યા હતા. 
 
કંપનીઓ આ ઈચ્છે છે 
 
જે કમાણી કોલિંગ-મેસેજિંગ એપ્સ કરી રહ્યા છે તે તેમને મળે. જેના કારણે તેમની કમાણી ઓછી થઈ છે. 
 
વિરોધી બતાવી રહ્યા છે આ સંકટ 
 
કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટી સેલ લાગી અને એક સર્વિસ પ્રોવાઈડર એ પોર્ટલ સાથે હાથ મેળવી લે. આવામા બીજા સર્વિસ પ્રોવાઈડરવાલા ત્યા લોગઈન જ ન કરી શકે. 
 
દેશમાં કુલ નેટ યૂઝર 30.2 કરોડ 
83 ટકા મોબાઈલથી નેટ એક્સેસ કરે છે 
32 ટકા વાર્ષિક ગ્રોથ રેટ 
52 ટકા લોકોએ વોટ્સએપથી મેસેજ મોકલ્યા 2014માં 
42 ટકાએ ફેસબુક મેસેંજર ઉપયોગ કર્યો.
37 ટકા લોકોએ સ્કાઈપથી વીડિયો ચેટિંગ કરી. 
07 કરોડ લોકો એક્ટિવ છે વોટ્સએપ પર. 

Share this Story:

Follow Webdunia gujarati